News of Saturday, 4th October 2025
સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાએ શોર્ય યાત્રા અને શષાપૂજન કર્યુ
ક્ષત્રિય સમાજ યુવાનો મોટી સંખ્યામાં જોડાયા : વરસતા વરસાદે યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી મોટી સંખ્યામા લોકો જોડાયા : કોંગ્રેસના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ક્ષત્રિયોનું સન્માન કરવામાં આવ્યું અને માતાજીને ફુલહાર કરવામાં આવ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૪: વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરેન્દ્રનગરમાં શ્રી રાજપૂત કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્ય શોર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત શષા પૂજનની વિધિ બાદ આ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના વડીલો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ દશેરાના પાવન અવસરને શોભાવી રહેલી આ યાત્રામાં જોડાવવા માટે ક્ષત્રિય સમાજના લોકોએ ગૌરવપૂર્ણ ક્ષત્રિય પોશાક ધારણ કર્યો હતો. આ પોશાક અને પરંપરાગત માહોલને કારણે યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શોર્ય યાત્રાનું પ્રસ્થાન સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિરથી કરવામાં આવ્યું હતું. મંદિરથી શરૂ કરીને આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી વળી હતી, જ્યાં માર્ગો પર લોકોએ ઉમળકાભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કળતિક કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણા અને શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરભદ્રસિંહજી જાડેજાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના વિવિધ આગેવાનો અને યુવાનો જોડાયા હતા. ત્યારે આજે સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં ક્ષત્રિયો દ્વારા દશેરા નિમિત્તે યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા ઙ્કમુખ નવસાદભાઈ સોલંકી તેમજ કોંગ્રેસના અન્ય કાર્યકરો દ્વારા યાત્રા અને ક્ષત્રિયોનું તેમજ માતાજીને પુલહાર કરી અને નમન કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના અનેક કાર્યકરો ક્ષત્રિયોનું સન્માન કરી અને તેમને આવકાર્યા હતા
સુરેન્દ્રનગરમાં દશેરા પર્વ નિમિત્તે રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય સમાજ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રા પૂર્વે શષા પૂજન અને એક સભા યોજવામાં આવી હતી.
આ શૌર્ય યાત્રામાં મહિપાલસિંહ મકરાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શષા પૂજનથી થઈ હતી, ત્યારબાદ સભા અને પછી યાત્રા નીકળી હતી.આ યાત્રા શક્તિ મંદિર, દાલમિલ રોડથી શરૂ થઈ હતી. તે પતરાવાળી, જોરાવરનગર, રતનપર ટાવર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત શક્તિ મંદિર ખાતે સમાપ્ત થઈ હતીઆ યાત્રા ‘લોકલ ફોર વોકલ' અને ‘સર્વ સમાજને સાથે રાખવાની' થીમ પર આધારિત હતી. તેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા હતા.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
