News of Saturday, 4th October 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન
મોડી રાત્રી-વહેલી સવારે સામાન્ય ઠંડક : બપોરે ઉકળાટ : હળવો-ભારે વરસતો વરસાદ

રાજકોટ, તા., ૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે અને એક જ દિવસમાં ૩ ઋતુનો અનુભવ થઇ રહયો છે.
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડકનો અહેસાસ થાય છે. જયારે બપોરે ઉકળાટ તથા આખા દિવસમાં ગમે ત્યારે કોઇ કોઇ જગ્યાએ હળવો-ભારે વરસાદ પડે છે.
દેવભુમી દ્વારકામાં કાલે દોઢ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરના નવાગામ અને મોટુ બામણગારમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જયારે જોડીયા, ધ્રોલ, કાલાવડ, અલીયાબાડા, હડીયાણા, પીઠડ, ખરેડી, પીપરટોડામાં ઝાપટા પડયા છે. લઘુતમ તાપમાન ર૪.પ, મહતમ ૩ર.ર, ભેજ ૮૯ ટકા અને પવનની ઝડપ પ.૩ કી.મી. હોવાનું જામનગર બાજરા સ઼શોધન કેન્દ્ર દ્વારા જણાવાયું છે.(૪.૭)
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
