News of Saturday, 4th October 2025
ઉનામાં રાવણ પુતળાનું દહન

ઊનાઃ સનાતન હિન્દુ સમાજ ઉત્સવ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ ઊના, બજરંગ દળ દ્વારા ભવ્ય રામ વિજયોત્સવ ઊજવવા મા આવેલ હતો. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના અખંડ મંડલ સ્વામી, વાજડીના રામાયણી કથાકાર સંતરામ બાપુ, વિશ્વ હિન્દુ પરિષદ ના રામજીભાઈ પરમાર,અને ઊના શહેર અને તાલુકાના આગેવાનો અને તાલુકા ભર માંથી હજારો લોકો હાજરી આપી હતી. પ્રથમ તમામનું સ્વાગત વિશ્વ હિન્દુ પરિષદના નીપુલભાઈ શાહએ કરેલ ત્યાર બાદ દીપ પ્રાગટય, શષા પૂજન કરવામાં આવ્યું હતું. સંતો અને આગેવાનો એ હિન્દુ સંગઠન મજબૂત કરવા હાકલ કરી હતી. તેમજ મશાલ રેલી મેદાન માં ફરી ને ૪૫ ફૂટ ઊંચો બનાવવા માં આવેલ રાવણ ના પૂતળા ને અગ્નિ દાહ આપવામાં આવેલ અને આતશ બાજીથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ પ્રથમ વાર રિમોટ કંટ્રોલથી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. શહેર અને તાલુકા ભર માંથી હજારો લોકો એ વિજય મહોત્સવ માણેલ હતો. કાર્યક્રમમાં પોલીસ અને હોમ ગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તસ્વીરમાં વિજયા દશમીએ રાવણનું પુતળુ તથા પુતળા દહન કરવામાંઆવ્યું તે બીજી તસ્વીર.(તસ્વીરઃ નવીન જોષી-ઉના)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
