<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

એજન્‍ડા મુજબના અધિકારીઓ ગ્રામસભામાં હાજર ન રહેતા અમરેલી જીલ્લાનાં લીલીયા મોટા ગ્રામજનોના ઉગ્ર વિરોધ થી ગ્રામસભાનો ફીયાસકો

જિલ્લા તાલુકા કક્ષાના ઉચ્‍ચ અધિકારીઓની હાજરીમાં ગ્રામસભા યોજવા ઉગ્ર માંગ કરાય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ :.. લીલીયા મામલતદાર કચેરી ખાતે તારીખ ૨/૧૦/૨૦૨૫ ને સવારના ૧૦:૦૦ કલાકે ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા ના અધ્‍યક્ષતામાં ખાસ ગ્રામસભા નું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરમાં વિકાસ કામો થતા ન હોય અને ભૂગર્ભ ગટર નલ સે જલ યોજના આરોગ્‍ય કામગીરી સહિતની સમસ્‍યાનો ઉકેલ આવતો ન હોય અને ખાસ ગ્રામસભામાં એજન્‍ડા મુજબના અધિકારીઓ કર્મચારીઓ હાજર ન રહેતા ગ્રામ જનો એ રોષ ભેર ખાસ ગ્રામસભા મોકૂફ રાખવા રજૂઆત કરી ખાસ ગ્રામસભાની કાર્યવાહી પર રોક લગાવી આગામી ગ્રામસભા જિલ્લા અને તાલુકા કક્ષાના ઉચ્‍ચ અધિકારીઓ કર્મચારીઓની હાજરીમાં જાહેર સ્‍થળ પર ગ્રામસભા યોજવા અંગે રજૂઆત કરવા માં આવી આ તકે આમ આદમી પાર્ટીના વિજયભાઈ વિરાણીએ સ્‍થાનિક ભૂગર્ભ ગટર પ્રશ્નો, નલ સે જલ યોજના અને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓની કામચોરી ને લઈ ગ્રામસભામાં ઉગ્ર રજૂઆત કરી ગ્રામસભા ની કાર્યવાહી બંધ રાખવા રોશ ભેર વિરોધ કરી સ્‍થાનિક ગ્રામ પંચાયત સત્તાધિશો અને અધિકારી ઓની તાનાશાહી સામે અનેક પ્રશ્નો ઉઠાવી ખાસ ગ્રામસભાની કાર્યવાહી મોકૂફ રાખવા માંગ કરી હતી સ્‍થાનિક ભાજપ અગ્રણી અરજણભાઈ ધામત કેપ્‍ટન,જીગ્નેશ જિંજુવાડીયા, યોગેશભાઈ દવે એ શહેરમાં વિકાસ કામો સમયસર અને નીતિનિયમ પ્રમાણે થતા ન હોય જેના કારણે સરકારની આબરૂને લાંછન લાગી રહ્યું છે તેથી ખાસ ગ્રામસભા મોકૂફ રાખી જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓની હાજરી માં ગ્રામસભા યોજવા ની માંગણી કરી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માંગણી કરી હતી આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હીનાબેન ચાવ, પી.જી.વી.સી.એલ કર્મચારી ડેરભાઈ તેમજ આરોગ્‍ય વિભાગ માંથી કર્મચારી આંગણવાડીના બહેનો સહિતના ગ્રામજનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ તેમ મનોજ જોષીની  યાદીમાં જણાવેલ છે. 

(12:21 PM IST)