<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

જુનાગઢમાં શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્‍સવ-માં માતાજીના ગુણગાન ગાવાની સાથે રક્‍તદાન કેમ્‍પ યોજી માનવતાને મહેકાવતા જ્ઞાતિજનો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૪: શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજ જૂનાગઢ દ્વારા આયોજીત શ્રી શ્રીબાઈ નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૫ ના આયોજન સમિતિના ભાવેશભાઈ ખોલીયા, સંજય બુહેચા, રશ્‍મિનભાઈ શિંગડીયા, લલીતભાઈ વરૂ, જયસુખભાઇ જાદવ, રાજુભાઈ જાદવ સહિતનાઓની સંયુકત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. માતાજીની આરાધનાની સાથે સાથે આ મહોત્‍સવમાં સમાજે માનવસેવાના નવા આયામો પણ ઉમેર્યા છે.

‘સોનામા સુગંધ ભળે' એ રીતે શ્રીજી ફાર્મ ખાતે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે વરસતા વરસાદ વચ્‍ચે પણ શ્રદ્ધાળુઓએ માતાજીનું પૂજનપ્રઅર્ચન કર્યું અને અંતે ગરબાની ગૂંજ સાથે ૅઆવો મન મૂકીને ઘુમીયૉ ના ભાવથી ભક્‍તિભાવ વ્‍યક્‍ત કર્યો. સાથે સાથે આ મહોત્‍સવમાં પધારેલા ૧૮ જ્ઞાતિજનોએ નિસ્‍વાર્થ ભાવથી પોતાનું રક્‍ત નું દાન કરીને માનવતાને મહેકાવી હતી.

વિશેષ રૂપે, આ સામાજિક સેવા યજ્ઞને વધાવવા માટે જૂનાગઢની સેવાભાવી સંસ્‍થા ગિરનારી ગ્રુપ પણ સહભાગી બની હતી. સંસ્‍થાના આગેવાનો દ્વારા આ નવતર પ્રયોગની પ્રશંસા કરીને સમીરભાઈ દતાણી એ નવરાત્રી મહોત્‍સવના આયોજકોને સ્‍મળતિચિન્‍હ અર્પણ કરીને સન્‍માનિત કરેલ હતા.

આવો ભક્‍તિ, ભાઈચારો અને સેવા ભાવના સાથે ઉજવાતો નવરાત્રી મહોત્‍સવ સમાજ માટે પ્રેરણાષાોત બની રહે છે. સમાજના આગેવાનો વિનુભાઈ ચાંડેગરા, વાલજીભાઇ જેઠવા, ભગવાનજીભાઈ વાળા, પી.એ. ટાંક, પ્રદીપભાઈ ટાંક, મુકેશભાઈ મંડોરણા, જયેશભાઇ જાદવ, સુરેશભાઈ કોરીયા,  સુરેશભાઈ વડુકુળ, નાથાભાઈ લાડવા, પ્રવીણભાઈ વડુકર, પ્રદીપભાઈ કોરિયા, સુરેશભાઈ ગિરનારા, નિલેશભાઈ કુકડીયા,અશ્વિનભાઈ ભરડવા, રમેશભાઈ કોરીયા, દિનેશભાઈ સોલંકી સહિતના જ્ઞાતિ આગેવાનો તથા આયોજક મંડળ તથા સેવાભાવી યુવાનોના સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(12:22 PM IST)