News of Saturday, 4th October 2025
રાપરના ચિત્રોડ ગામે તંત્ર દ્વારા ડિમોલિશન: 4 ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું
હિસ્ટ્રીશીટરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી :સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનો બનાવી હતી

કચ્છના રાપરના ચિત્રોડ ગામે તંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમા 4 ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. હિસ્ટ્રીશીટરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનો બનાવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ રાપરના ચિત્રોડ ગામે હિસ્ટ્રીસિટર આરોપીઓના દબાણો દૂર કરાયા, પૂર્વ કચ્છ રાપર પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે મહેન્દ્ર કોલી અને રામજી મકવાણાના દબાણવાળી 4 દુકાનો તોડી પાડી હતી , આરોપીઓએ ચિત્રોડ ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દુકાનો બનાવી હતી.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
