<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

ભાવનગરના સિહોરમાં નકલી માવો બનાવાનો પર્દાફાશ : દેવગણા ગામેથી નકલી માવો બનાવતો શખ્સ ઝડપાયો

30 કિલોથી વધુનો અખાદ્ય માવાનો જથ્થો જપ્ત:દરોડામાં 29 બોરી અમુલ મિલ્ક પાવડર જપ્ત કરાયો:કુલ 1,220 કિલો જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો

ભાવનગર : રાજ્યમાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોમાં શુદ્ધતાની તપાસ શરૂ કરાઈ છે, આરોગ્ય વિભાગની ટીમ ફરસાણ-મીઠાઈની દુકાનોમાં ચેકીંગ કરી રહી છે આ દરમિયાન ભાવનગર જિલ્લાના  સિહોરમાં નકલી માવો બનાવવાનો પર્દાફાશ થયો છે. દેવગણા ગામેથી નકલી મોળો માવો બનાવતો શખ્સ ઝડપાયો છે. LCBની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે. 30 કિલોથી વધુનો અખાદ્ય માવાનો જથ્થો જપ્ત કરાયો છે. દરોડામાં 29 બોરી અમુલ મિલ્ક પાવડર જપ્ત કરાયો છે. કુલ 1,220 કિલો જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો છે.

 


 

(10:36 PM IST)