News of Saturday, 4th October 2025
મોરબી પીજીવીસીએલ દ્વારા વાડી વિસ્તારમાં વીજ કનેક્શન માટે કેમ્પ યોજાયો, 313 અરજીઓ મળી.
રહેણાક મકાનમાં નવું કનેક્શન લેવા માગતા લોકો માટે મહા કેમ્પનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના તેમજ PGVCLના એમડી કેતન જોશીના માર્ગદર્શન હેઠળ મોરબી PGVCLના અધિકારીઓના સહયોગથી આજરોજ 4 ઓક્ટોબરના રોજ વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનમાં નવું કનેક્શન લેવા માગતા લોકો માટે મહા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 313 જેટલી અરજીઓ મળી હતી.
મોરબીના શનાળા રોડ પર સતવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ યોજાયો હતો. જેમાં શનાળા ડિવિઝનમાંથી 191, નાનીવાવડી ડિવિઝનમાંથી 57 અને મોરબી સિટી ડિવિઝનમાંથી 65 એમ કુલ 313 અરજીઓ મળી હતી. આ અરજીઓ પીજીવીસીએલ દ્વારા સ્વીકારવામાં આવી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોરબી શહેર ભાજપ મહામંત્રી અને સતવારા સમાજના અગ્રણી ભાવેશભાઈ કંજારીયા તેમજ આગેવાનો દ્વારા સુંદર વ્યવસ્થા કરવા સાથે જરૂરી તમામ મદદ પુરી પાડવામાં આવી હતી
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
