તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 5th October 2025
મોરબીમાં હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા સરસ મેળાનો પ્રારંભ.
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના હસ્તે ખુલ્લો મુકાયો સરસ મેળો, 17 ઓકટોબર સુધી ચાલશે: આત્મનિર્ભરતા માટે બહેનો દ્વારા બનાવવામાં આવેલ પટોળા, બાંધણી ચણીયા ચોળી જેવા અનેક વસ્ત્રોની વિશાળ શ્રેણી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ, સ્કાય મોલની બાજુમાં, શનાળા રોડ ખાતે હસ્ત કલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરસ મેળો-2025નું ઉદ્ઘાટન તા. 4 ઓક્ટોબરે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સરસ મેળો તા. 17 ઓકટોબર સુધી સવારે 10 થી રાત્રીના 10 સુધી ચાલશે.
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ.ના ઉપક્રમે આ મેળાનું આયોજન કરાયું છે, જે તા. 4 થી 17 ઓક્ટોબર સુધી ચાલશે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા પંચાયત પ્રમુખે લોકોને અનુરોધ કર્યો છે.
અહી બહેનો દ્વારા બનાવવામાં આવેલા હસ્તકળાના વિવિધ નમૂનાઓ, પટોળા, બાંધણી ચણીયા ચોળી જેવા અનેક વસ્ત્રોની વિશાલ શ્રેણી, પારંપરિક નાસ્તાઓ થકી આત્મનિર્ભરતા મેળવશે. આ પ્રસંગે એસ. જે. ખાચર, કલેક્ટર (ઈ.ચા.) તથા નિવાસી અધિક કલેકટર, એન. એસ. ગઢવી જિલ્લા વિકાસ અધિકારી (ઈ.ચા.) નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અશોકભાઈ દેસાઈ (તાલુકા પંચાયત પ્રમુખ- મોરબી) સહિતના અધિકારીઓ તથા પદાધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
