<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

કોડીનારના દૂદાણા ગામે બે હડકાયા શ્વાનનો આતંક:અત્યાર સુધી કુલ 9 લોકોને શ્વાને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ

લોકોએ લાકડી અને ધોકા લઈ શ્વાનોની શોધખોળ હાથ ધરી: ઈજાગ્રસ્તોને વેક્સિનેશન માટે કોડીનાર હોસ્પિટલ ખસેડાયા

ગીર સોમનાથના કોડીનારના દૂદાણા ગામે બે હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. અત્યાર સુધી કુલ 9 લોકોને શ્વાને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ લાકડી અને ધોકા લઈ શ્વાનોની શોધખોળ હાથ ધરી છે. એક શ્વાનનું મોત થયુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને વેક્સિનેશન માટે કોડીનાર હોસ્પિટલ ખસેડાયા છે.  CCTVમાં દેખાય છે કે કેવી રીતે શ્વાન એક વૃદ્ધ પર હુમલો કરી દે છે. જોકે અત્યાર સુધી ગામના 9 લોકોને શ્વાને બચકા ભરતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ જાતે જ શ્વાનોને શોધવાની કામગીરી હાથ ધરી છે.

 

(12:42 AM IST)