તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th October 2025
મોરબી-ટંકારાના ઝાલા રાજપૂત સમાજ દ્વારા શકત શનાળા ગામે હવન-યજ્ઞાદી કાર્યક્રમ.
સવારે ૮ થી બપોરે ૧૨ સુધી અને મહેમાનોના સામૈયા સવારે 9 : ૩૦ કલાકે કરાશે :મેઘપર ઝાલા, નાના રામપર અને ખેવારીયા ગામના ઝાલા પરિવાર તરફથી પ્રસાદની વ્યવસ્થા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શ્રી આદ્ય શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ શકત શનાળા દ્વારા મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી શકત શનાળા ગામે શરદ પુનમના પવિત્ર દિવસે શક્તિ માતાજી મંદિર, શકત શનાળા ખાતે હવન યજ્ઞાદી કાર્યક્રમ યોજવામાં આવે છે જે પરંપરા મુજબ આ વર્ષ તા. ૦૬ ને સોમવારે શરદ પૂર્ણિમાના દિવસે ૩૭ માં હવન યજ્ઞાદીનું આયોજન કરવામાં આવ્યું છે
જે હવન-યજ્ઞાદીના યજમાન પદે મેઘપર ઝાલા ગામના પ્રદીપસિંહ ભરતસિંહ ઝાલા, નાના રામપર ગામના યુવરાજસિંહ જયેન્દ્રસિંહ ઝાલા અને ખેવારીયા ગામના મયુરધ્વજસિંહ સામંતસિંહ રહેશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ મહારાજા સાહેબશ્રી કેશરીદેવસિંહજી ઓફ વાંકાનેર, જામનગર ધારાસભ્ય રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા, ઝાલાવાડ ક્ષત્રીય સમાજ પ્રમુખ ડો. રુદ્રસિંહ ઝાલા, મોરબી ડીવાયએસપી પ્રતિપાલસિંહ એ ઝાલા, તેમજ જયદીપ એન્ડ કંપની મોરબીના જયુભા જાડેજા, મોરબી જીલ્લા રાજપૂત સમાજ પ્રમુખ દશરથસિંહ યુ ઝાલા, કથાકાર રઘુવીરસિંહ ઝાલા, શકત શનાળા શક્તિ માતાજી મંદિરના મહંત નરોત્તમગીરી બાપુ અને મેઘપર ઝાલા કાળુજી ભગતની જગ્યાના રવિરામ બાપુ ઉપસ્થિત રહેશે
યજ્ઞવિધિ તા. ૦૬ ના રોજ સવારે ૮ થી બપોરે ૧૨ સુધી અને મહેમાનોના સામૈયા સવારે 9 : ૩૦ કલાકે કરવામાં આવશે પ્રસાદની વ્યવસ્થા મેઘપર ઝાલા, નાના રામપર અને ખેવારીયા ગામના ઝાલા પરિવાર તરફથી કરવામાં આવી છે મોરબીના શ્રી શક્તિ માતાજી મંદિર, શકત શનાળા ગામે હવન કાર્યક્રમ યોજાશે જેમાં મોરબી અને ટંકારા તાલુકામાં વસતા ઝાલા પરિવારે પધારવા આમંત્રણ પાઠવ્યું છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
