News of Sunday, 5th October 2025
મોરબીમાં છુટાછેડા બાદ સમાધાન કરવા સમયે દંપતીમાં ઝઘડો, પૂર્વ પત્નીને છરી ઝીકી.
ફરિયાદીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને આરોપી અવાનવાર ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી ઝઘડા થતા હતા અને છુટા છેડા લીધા હતા

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબીના રાણી બાગ નજીક પ્રેમ લગ્ન કરેલ દંપતીના છુટા છેડા થઇ ગયા હોય અને સમાધાન કરવા સમયે પૂર્વ પત્નીએ સમાધાનની ના પાડતા આરોપી પતિએ છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
મોરબીના વિસીપરા કુલીનગર ૧ માં રહતા આમેનાબેન કાસમભાઈ દિનમામદ બ્લોચ (ઉ.વ.૨૬) નામની મહિલાએ આરોપી રવિભાઈ નીતિનભાઈ સોલંકી( રહે કુબેરનાલા પાસે મોરબી વાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રવિભાઈ સોલંકી સાથે ફરિયાદીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને આરોપી અવાનવાર ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી ઝઘડા થતા હતા અને છુટા છેડા લીધા હતા જેથી આરોપી ફરિયાદી સાથે સમાધાન કરવા આવ્યો હતો અને ફરિયાદી આમેનાબેને સમાધાનની ના પાડતા ઝઘડો થયો જેમાં ઝપાઝપી થતા આરોપીએ છરી વડે ફરિયાદીને હાથની આંગળી અને ગળાના ભાગે અને મોઢા પર નાક પાસે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
