હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝવેરચંદ મેઘાણીની ‘શૌર્યભૂમિ' ધંધુકા તથા ‘કર્મભૂમિ' રાણપુરમાં ‘ગાંધી-પ્રતિમા'ને પુષ્પાંજલિ
‘ખમા! ખમા! લખવાર': મહાત્મા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી અવસરે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી સહિતનાની વિશેષ ઉપસ્થિતિ

રાજકોટ, તા.૬: મહાત્મા ગાંધીની ૧૫૬મી જન્મજયંતી અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) તથા કર્મભૂમિ રાણપુર (જિ. બોટાદ) ખાતે મનોરમ્ય ગાંધી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી. ૧૯૩૭માં ગાંધીજીના જન્મદિવસે ઝવેરચંદ મેઘાણીએ ત્રણ પંક્તિના દુહા રચેલાઃ ખમા! ખમા! લખવાર. આથી આનું સવિશેષ મહત્વ રહ્યું હતું.
ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. નવી પેઢીમાં રાષ્ટ્રભાવના તથા ગાંધી-મૂલ્યો-વિચારોના સંસ્કાર-સિંચન માટે સવિશેષ કાર્યરત પિનાકી મેઘાણી દ્વારા આ બન્ને ગાંધી-પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ખ્યાતનામ શિલ્પકારો મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવઝન સિરિયલના સુંદરલાલ), આંનદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી દ્વારા આ બન્ને ગાંધી-પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ધંધુકા
ધંધુકા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (ઐતિહાસિક જિલ્લા પંચાયત રેસ્ટ-હાઉસ) ખાતે મેઘાણી સ્મળતિમાં સ્થાપિત ગાંધી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ધંધુકા શહેર ભાજપ પ્રમુખ નેહલભાઈ શાહ તથા ધંધુકા તાલુકા ભાજપ પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રદ્યુમનસિંહ ચુડાસમા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી પંકજભાઈ પટેલ તથા તાલુકા ભાજપ મહામંત્રી સંદીપભાઈ ચૌહાણ, પૂર્વ શહેર ભાજપ મહામંત્રી મયુરદ્વજસિંહ ચુડાસમા, શહેર ભાજપ ઉપપ્રમુખ હેમલભાઈ જોધાણી, ભરતભાઈ સોલંકી અને જીતુભાઈ રામી તથા તાલુકા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ બોસીયા, દિપકભાઈ સોલંકી અને મહેશભાઈ ઠાકોર, ધંધુકા નગરપાલિકાના જીગ્નેશભાઈ આડેસરા, અશોકભાઈ પરમાર, દયારામભાઈ ડાભી અને અમિતભાઈ રાણપરા, કિરણભાઈ પરમાર, હર્ષદભાઈ પરમાર, માટમભાઈ ગમારા, બાબુભાઈ ગમારા, શૈલેષભાઈ ધરજીયા, કાળુભાઈ બરૈયા, પ્રો.ઋતુલકુમાર સુતરીયા અને વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
રાણપુર
રાણપુર સ્થિત તે સમયના સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસ અને હાલ એ. ડી. શેઠ હોસ્પિટલ ખાતે ગાંધી સ્મળતિમાં સ્થાપિત મહાત્મા ગાંધી, સૌરાષ્ટ્રના સિંહ અમળતલાલ શેઠ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અર્ધ-પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-ફૂલછાબ ૧૦૪ વર્ષ પૂર્ણ કરીને ૧૦૫મા વર્ષમાં પ્રવેશ્યું તેથી આનું સવિશેષ મહત્વ રહ્યું હતું.
રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મુકુન્દભાઈ વઢવાણા ઉપરાંત બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, રાણપુર શહેર ભાજપ પ્રમુખ મનસુખભાઈ મેર, મહામંત્રી નરેશભાઈ જાંબુકીયા અને અરૂણકુમાર શુક્લ, ઉપપ્રમુખ જેશાભાઈ ભરવાડ અને બટુકભાઈ મેણીયા, મંત્રી વિજયભાઈ કોરડીયા તથા ડૉ. રોઝીબેન, સેફુદ્દીનભાઈ વ્હોરા અને રાજુભાઈ નારેચણીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
દેશની આઝાદીની મંત્રણા માટે બીજી ગોળમેજી પરિષદ માટે ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધીની મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરતા કાવ્ય છેલ્લો કટોરોની રચના ૨૭ ઓગસ્ટ ૧૯૩૧ના રોજ ઝવેરચંદ મેઘાણીએ અહીં કરી હતી અને રાષ્ટ્રીય શાયરનું ગૌરવભર્યું બિરૂદ ગાંધીજી પાસેથી પામ્યા હતા. આની કાયમી સ્મળતિરૂપે પヘમિ ગુજરાત વીજ કંપની લિ.ના આર્થિક સહયોગથી પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન દ્વારા ગાંધી સ્મળતિની સ્થાપના કરવામાં આવી છે.
આલેખનઃ પિનાકી નાનકભાઈ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન મો.૯૮૨૫૦૨૧૨૭૯(રર.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
