હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના અગ્રણી આટકોટના ચેતનભાઇ પંચોલીનુ અવસાન:ઋષિ ગુરુકુળ નવાગામ ખાતે અંતિમવિધિ
બ્રહ્મ કન્યા છાત્રાલય આટકોટ,બ્રહ્મર્ષિ ઋષિ ગુરુકુળ નવાગામના સ્થાપક,સર્વ જન હીતાય સેવા સંસ્થાન સહીત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા: પ્રદેશ ભાજપના પ્રમુખ સહિત આગેવાનોએ પરિવારજનોને શોંકાંજલિ પાઠવી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.6 : સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના અગ્રણી ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ આટકોટના ચેતનભાઇ પંચોલી (ઉંવર્ષ 54)નું ગઈકાલે હૃદય રોગના તીવ્ર હુમલાથી અવસાન થતા પરિવારમાં અને પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે આજે તેમની અંતિમ વિધિ બ્રહ્મર્ષિ ઋષિ ગુરુકુળ નવાગામ ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ચેતનભાઇ પંચોલી નાનપણથી સંઘ પરિવારના વિચારો ધરાવતા હોય તેઓ શરૂઆતમાં ભાજપ સાથે જોડાયા હતા સતત સેવા કરવાની વૃત્તિ ધરાવતા હોય 20 વર્ષ પહેલા તેમણે સમાજના શ્રેષ્ટીઓ પાસેથી દાન મેળવી આટકોટમાં બ્રહ્મકન્યા છાત્રાલયની સ્થાપના કરી નામ બ્રહ્મ કન્યા છાત્રાલય હોવા છતાં તમામ સમાજની દીકરીઓને છાત્રાલયમાં અભ્યાસ કરાવી પાલક પિતા બન્યા હતા આજે અનેક દીકરીઓ સરકારી ખાતામાં અને ખાનગી કંપનીઓમાં ઉચ્ચ સ્થાને ધરાવે છે.
કન્યા છાત્રાલયની સ્થાપના બાદ તેઓએ ઋષિ ગુરુકુળ બનાવવાનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે આટકોટ વાસાવડ રોડ ઉપર નવાગામ ખાતે વિશાળ ઋષિ ગુરુકુળ પણ બનાવ્યુ અને તે હાલ કાર્યરત પણ છે.
તાલુકા,જિલ્લા અને પ્રદેશ ભાજપમાં હોદો ધરાવતા ચેતનભાઇ પંચોલીએ સર્વજન હિતાય સેવા સંસ્થાન ટ્રસ્ટનો પ્રારંભ કરી આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓના 11 સમૂહ લગ્ન પણ કર્યા છે જેમાં 250 જેટલી દીકરીઓને પરણાવવામાં આવી છે.
આટકોટ-જસદણ રોડ ઉપર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓના આત્માની શાંતિ માટે ભાગવત કથા પણ બેસાડી હતી.
આ ઉપરાંત તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા તેમના અચાનક નિધનથી પરિવારજનો,બ્રહ્મ સમાજમાં, બહોળા મિત્ર વર્તુળોમાં અને ખાસ કરી 20 વર્ષથી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરેલી દીકરીઓમાં અને ઋષિ ગુરુકુળના બાળકોમાં ઘેરો શોખ છવાઈ ગયો છે.
તેમની ઈચ્છા મુજબ આજે સવારે આટકોટ ખાતે તેમના નિવાસસ્થાનેથી આટકોટ થી 15 કિલોમીટર દૂર આવેલ ઋષિ ગુરુકુળ નવાગામ ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગઈકાલે તેમના અવસાન બાદ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા,ધવલભાઇ દવે, કુંવરજીભાઈ બાવળીયા,ડો. ભરતભાઈ બોઘરા સહિત અનેક ધારાસભ્યો,સાંસદો,સમાજના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા પરિવારજનોને પરિવાર ઉપર આવી પડેલ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
