હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તહેવારો પૂર્વે ભુજમાં ૧૨ લાખનો શંકાસ્પદ કલાપૂર્ણ દેશી ઘીનો જથ્થો જપ્ત કરાતા ચકચાર :જુઓ વિડીયો
કલાપૂર્ણ દેશી ઘીની ફેક્ટરીના નિલેશ રસિકલાલ ત્રેવાડિયા અને ઈરફાન અસગરઅલી રાયમાની પૂછપરછ, બ્રાન્ડ નેમ સાથે નાની મોટી પેકિંગમાં ૨૨૦૦ લીટર ઘી નો જથ્થો સીઝ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : કચ્છમાં અને ખાસ કરીને ભુજમાં કલાપૂર્ણ ના નામે વેંચાતા પ્રીમિયમ દેશી ઘીનો શંકાસ્પદ જથ્થો ફૂડ સેફ્ટી વિભાગે સીઝ કરવાના સમાચારે ચકચાર સર્જી છે. તહેવારો પૂર્વે કચ્છ જિલ્લા ખોરાક અને ઔષધ નિયંત્રણ કચેરી દ્વારા આ કામગીરી કરાઈ છે. ફૂડ સેફ્ટી ઓફિસર એસ.બી. પટેલ અને એમ.એમ. પટેલ દ્વારા ભુજ નાગોર રોડ ઉપર આવેલ મેં. કલાપૂર્ણ ઘી ફેક્ટરીમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. કાયદેસર કાર્યવાહી અનુસાર સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ નમૂના લઈ બાકીનો જથ્થો માનવ વપરાશના ઉપયોગમાં ન આવે એ હેતુ થી સીઝ કર્યો હતો. સીઝ કરાયેલ જથ્થો ગાયનું ઘી ૩૫ કિલો કેન લૂઝમાં ૪૯૯ લીટર, કલાપૂર્ણ લેબલ સાથે ૧૫ લીટર બકેટ પેક ૪૯૪ લીટર, કલાપૂર્ણ પ્રીમિયમ કાઉ ઘી લેબલ વાળો ૧ લીટર બોટલ જથ્થો ૪૬૯ લીટર, કલાપૂર્ણ પ્રીમિયમ કાઉ ઘી પાઉચ ૭૮૭ લીટર એમ કુલ મળી ૧૨ લાખ ૩૬ હજાર ૩૭૦ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની સત્તાવાર યાદી અનુસાર કલાપૂર્ણ ઘી ફેક્ટરી ઉપર દરોડા દરમ્યાન સ્થળ ઉપર મૂળ માલિક નિલેશ રસિકલાલ ત્રેવાડિયા હોવાનું જણાઈ આવેલ છે જ્યારે ત્યાં હાજર મળેલ શખ્સ ઈરફાન અસગર રાયમા દ્વારા શંકાસ્પદ ઘી બનાવાતું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. વધુ તપાસ અને પૂછપરછ ચાલુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
