News of Monday, 6th October 2025
છાસીયા ગામે ભુલથી ઝેરી દવાવાળુ પાણી પી જવાને લીધે યુવાનનું મોત

રાજકોટ તા. ૬: વિંછીયાના છાસીયા ગામે રહેતાં વનરાજભાઇ વજુભાઇ ભાલારા (ઉ.વ.૨૫) નામના યુવાનનું વાડીએ ઝેરી અસર થવાથી સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વનરાજભાઇ ભાલારા તા. ૩૦/૯ના રોજ વાડીએ ખેતરના પાકમાં દવા છાંટવા ગયો હતો ત્યારે ભુલથી દવાવાળુ પાણી પીવાઇ જતાં ઝેરી અસર થતાં બોટાદ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસડાયો હતો. અહિ આજે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં વિછીયા પોલીસે કાર્યવાહી કરી હતી. (૧૪.૫)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
