<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વાંકાનેરના વરડુસર ગામે વાડીમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૮ પકડાયા

રાજકોટ સ્‍થિત વાડી માલીક નાથાભાઇ ડોડીયાની વાડીમાં પોલીસનો દરોડો : ૯૭ હજારની રોકડ સહિત ૩.૮૧ લાખનો મુદામાલ કબ્‍જે

 

 

તસ્‍વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્‍સો (નીચે બેઠેલ) સાથે પોલીસ સ્‍ટાફ નજરે પડે છે. (તસ્‍વીરઃ લીતેશ ચંદારાણા-વાંકાનેર)

(લીતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ૬ :વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં એક વાડીમાં ધમધમતા જુગારધામ પર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૮ આરોપીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના અડ્ડા પરથી રોકડા રૂ. ૯૭,૦૨૦ અને વાહનો સહિત કુલ રૂ. ૩,૮૧,૦૨૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વરડુસર ગામની ખડીયા સીમમાં આવેલી વાડીના માલિક અને મૂળ વરડુસર તથા હાલ રાજકોટ રહેતા નાથાભાઈ લખમણભાઈ ડોડીયા દ્વારા બહારથી માણસો બોલાવી, જુગારના સાધનો પૂરા પાડી, અને નાલ ઉઘરાવી તીનપતિનો જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.

બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા જુગાર રમતા વાડી માલીક નાથાભાઈ લખમણભાઈ ડોડીયા, રહે. સિલ્‍વર નેસ્‍ટ સોસાયટી, સંત કબીર રોડ, રાજકોટ (જુગારધામના સંચાલક) હમીર ગોંવિદભાઈ ડાભી, રહે. ગામ વરડુસર સનાઈ નરશીભાઈ ઝેઝરીયા, રહે. ગામ ચુપણી નાજા છેલાભાઈ ડાભી, રહે. ગામ વરડુસર સુરેશ અરજણભાઈ ડાભી, રહે. વરડુસર ભીમા ગોંવિદભાઈ ઓળકીયા, રહે. ગામ ચુપણી, તા. હળવદ, સંજય બીજલભાઈ ફીસડીયા, રહે. વરડુસર દિગ્‍વિજયસિંહ નટુભા પરમાર, રહે. ગામ ચુપણી, તા. હળવદને રોકડા રૂ. ૯૭,૦૨૦ સહિત ૮ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૪,૦૦૦) અને અલગ-અલગ ચાર વાહનો (કિંમત રૂ. ૨,૬૦,૦૦૦) મળી કુલ રૂ. ૩,૮૧,૦૨૦નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્‍સપેકટર બી.વી.પટેલ તથા સર્વેલન્‍સ ટીમના એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્‍સ. અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, શકિતસિંહ પરમાર અને બ્રીજેશભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી. (૪.૫)

(11:40 AM IST)