News of Monday, 6th October 2025
જુનાગઢમા ગીરીવર ગિરનાર ઉપર ગોરખનાથજીની ટૂંકે ઉપર ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરાયા બાદ ગોરખનાથજીની નવી પ્રતિમાને પ્રસ્થાપિત
રાજ્ય સરકારની દરમ્યાનગીરીથી જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા, જિલ્લા પોલીસ વડા સૂબોધ ઓડેદરા ની હાજરીમાં નવી મૂર્તિની પૂજા વિધિ સંપન્ન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર ગોરખનાથજીની ટૂંકે જે ગોરખનાથજી ની પ્રતિમાને તોડફોડ કરાઈ હતી અને ત્યારબાદ સંતો માં રોષ ફાટી નીકળ્યો હતો અને આજરોજ રાજ્ય સરકારની દરમ્યાન ગીરી થી જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવાસીયા, જિલ્લા પોલીસ વડા સૂબોધ ઓડેદરા ની હાજરીમાં ગોરખનાથજીની નવી પ્રતિમાને પ્રસ્થાપિત કરી અને મંદિર મુર્તિ વગર ના રહે તે માટે આજથી ગોરખનાથજી ની નવી પ્રતિમા નું વિધિવત રીતે સ્થાપન કરી અને અધિકારીઓ અને મહંત શ્રી સોમનાથ બાપુ ની હાજરીમાં પૂજા વિધિ સંપન્ન થઈ હતી.
આ જે જધન્ય કૃત્ય કરેલ છે તેઓને પકડી લેવા માટે સરકાર કટિબદ્ધ છે તેવી ખાતરી અપાય હતી આ પ્રસંગે ઉતારા મંડળના ભાવેશભાઈ વેકરીયા ડોલી મંડળના પ્રમુખ દાસાભાઈ અને રમેશભાઈ બાવળીયા વગેરે હાજર રહ્યા હતા અને કૌશિકભાઈ દ્વારા પૂજા વિધિ કરાવી હતી.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
