<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરી પ્રદુષણ ફેલાવતા મોરબીના નવ સીરામીક એકમો સીલ કરી : સવા કરોડનો દંડ

૧૫થી વધુ એકમોમાં પ્રદૂષણ બોર્ડ દ્વારા ચેકિંગમાં ૯ ફેકટરીઓમાં વપરાશ સામે આવ્‍યો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૬: સીરામીક નગરી મોરબીમાં હાલમાં મંદીના માહોલમાં ટકી રહેવા અને અન્‍ય ઉદ્યોગકારોની તુલનાએ સસ્‍તાભાવે માલ વેચવા માટે છેલ્લા થોડા સમયથી મોરબીના કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા પેટકોક એટલે કે, પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્‍યો છે. જો કે, મોરબી પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડના એક ઉચ્‍ચ અધિકારીના આશીર્વાદથી લાંબા સમયથી આ કાંડ ચાલી રહ્યો હોય ઉચ્‍ચકક્ષાએ ફરિયાદો પહોંચી હતી જેને પગલે જીપીસીબીમાં નવા અધિકારીની નિમણુંક થતા જ પેટકોક વપરાશની ફરિયાદો મામલે ગંભીરતાથી લઇ ૧૫થી વધુ ફેકટરીઓમાં ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ સામે આવ્‍યો હતો.

દરમિયાન મોરબી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના રિજિયોનલ અધિકારી સુનિલ માલસેતાએ જણાવ્‍યું હતું કે, મોરબીમાં પેટકોકનાં વપરાશ મામલે ફરિયાદો બાદ ચેકીંગ કરવામાં આવતા નવ ફેકટરીઓમાં પેટકોકનો વપરાશ પકડી પાડી ગાંધીનગર વડી કચેરીએ રિપોર્ટ કરી આ નવેય ફેકટરીઓને ક્‍લોઝર આપવામાં આવ્‍યું છે. વધુમાં જીપીસીબીએ કરેલી આ કાર્યવાહીમાં ૨ ફેકટરીઓ લઘુ ઉદ્યોગની વ્‍યાખ્‍યામાં આવતી હોવાથી ૧૦-૧૦ લાખ તેમજ અન્‍ય સાત ફેક્‍ટરી મધ્‍યમ કક્ષાની હોય એક એક ફેક્‍ટરીને ૧૫-૧૫ લાખ મળી ૧.૦૫ કરોડનો દંડ ફટકરાવમાં આવતા કુલ મળી ૧.૨૫ કરોડનો દંડ ફટકારવામાં આવ્‍યો છે.

(12:14 PM IST)