<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ગિરનાર ઉપર આવુ કૃત્‍યુ કરનારા સામે કડક પગલા ભરો : મહંત મહેશ ગીરીબાપુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬:  જુનાગઢ ગીરનાર ગુરુ શિખર કમંડળ કુંડ રાણેશ્વર મહાદેવ ભુતનાથ મહાદેવ વષાાપત્રેશ્વર મહાદેવના મહંત શ્રી મહેશ ગીરીબાપુ અત્‍યારે વિદેશના પ્રવાસે હોય ત્‍યાંથી તેઓએ આ ઘટનાની જાણકારી મેળવી અને આ બાબતે હવે દરેક સંતોએ જાગી જવાનો સમય છે અને તંત્રને અને સરકારને પણ હું કહેવા માગું છું કે આ કળત્‍ય અતિસય જધન્‍ય કળત્‍ય છે આ કળત્‍ય કરનારાઓને કોઈપણ ભોગે છોડવામાં ન આવે અને હું બહુ વહેલી તકે પરત ફરી રહ્યો છું અને આ બાબતે અમો સ્‍થાનિક સંતો સાથે બેસી મનોમંથન કરીશું હવે દરેક સંતોએ એક થવાનો સમય આવી ગયો છે આ કળત્‍ય કરનારા સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે મહેશ ગીરીબાપુએ એક વાત એવી પણ કરી કે અત્‍યારે જે સંતો માં તડા પડેલા છે બહારથી આવેલા સંતો અહીંયા અડીંગો જમાવવાની પ્રયત્‍ન કરે છે તો હવે બહારના ભંડારા અને પડીકા લેવાનો સંતો એ કાર્યક્રમ હવે પડતો મૂકવો જોઈએ અને બધા એક થવાનો સમય હવે પાકી ગયો છે એક  વરસ પહેલા પણ આ જ રીતનો બનાવ બનેલો છે અને આજ વર્ષ પછી પાછા આજ કરુતય કરાયું છે જે નીનદનીય છે.

(12:18 PM IST)