<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

કારગિલ યુદ્ધના યોદ્ધા નિવૃત કર્નલ વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે અવસાન

વતન ધ્રોલ તાલુકાના હજામચોરા ખાતે અંતિમ વિદાય..

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલઃ તા. ૬, ધ્રોલ તાલુકાના હજામચોરા ગામના વતની અને રાષ્‍ટ્રસેવાને સમર્પિત જીવન જીવનાર નિવળત્ત કર્નલ વનરાજસિંહ જાડેજાનું ગાધીનગર ખાતે અવસાન હતુ. કર્નલ સાહેબના નિધનના સમાચાર મળતા જ ધ્રોલ સહિત સમગ્ર પંથકમાં શોકની  લાગણી છવાઈ ગઈ છે. તેમણે સંળગ ૪૨ વર્ષ સેનામાં સેવા બજાવી હતી, કર્નલ વનરાજસિંહ જાડેજાનું સૈન્‍ય યોગદાન અત્‍યંત વીરતાપૂર્ણ રહ્યું છે. તેમણે કારગિલ યુદ્ધ (૧૯૯૯)માં રાજપૂતાના રેજિમેન્‍ટ વતી ચાવીરૂપ ભૂમિકા ભજવીને દેશની સરહદોની રક્ષા કરી હતી. આ ઉપરાંત, તેમણે દેશના મહત્ત્વપૂર્ણ ઓપરેશન બ્‍લુ સ્‍ટારમાં પણ પોતાની ફરજ નિભાવી હતી.

દેશસેવા બાદ સમાજ સેવાને સમર્પણ ભારતીય સેનામાં લાંબો સમય દેશનું ગૌરવ વધાર્યા બાદ પણ કર્નલ જાડેજા નિષ્‍ક્રિય નહોતા રહ્યા. તેઓ ભલે હાલ ગાંધીનગર ખાતે રહેતા હતા, પરંતુ તેમની માતળભૂમિ ઙ્કત્‍યેની લાગણી અખંડ હતી. નિવળત્તિ પછી તેમણે પોતાનું જીવન સતત સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને યુવાનોને યોગ્‍ય માર્ગદર્શન તથા ઙ્કેરણા આપવાનું કાર્ય ચાલુ રાખ્‍યું હતું. તેમના નિધનથી પરિવારની સાથે સાથે સમાજે પણ એક આદરણીય અને પ્રેરક વ્‍યક્‍તિત્‍વ ગુમાવ્‍યું છે. વતન હજામચોરા ખાતે સન્‍માનપૂર્વક અંતિમ વિધિ રાષ્‍ટ્ર માટે જીવન સમર્પિત કરનાર આ વીર સપૂતની અંતિમ વિધિ તેમના વતન હજામચોરા ખાતે રાખવામા આવી હતી..(૩પ-૯)

(1:37 PM IST)