News of Monday, 6th October 2025
ગિરનાર જંગલમાં દક્ષિણ રેન્જમાં ચંદનના વૃક્ષની ચોરી કરી ફરાર થયેલા પૈકી એક ઝડપાયો :ચારની શોધખોળ
વન વિભાગે એક શખ્સને પકડી પાડ્યો જ્યારે અન્ય ચાર હજુ પણ ફરાર:હજુ એક શખ્સ દાતારના જંગલમાં છુપાયો હોય ચાર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ

ગિરનાર જંગલમાં દક્ષિણ રેન્જમાં ચંદનના વૃક્ષની ચોરી કરી ફરાર થઈ જનારા પૈકી એકને ઝડપી પાડવામાં આવ્યો છે. વન વિભાગે એક શખ્સને પકડી પાડ્યો જ્યારે અન્ય ચાર હજુ પણ ફરાર છે. હજુ એક શખ્સ દાતારના જંગલમાં છુપાયો હોય ચાર ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. 4 વૃક્ષો કાપી અંદાજે એક લાખના ચંદનનું લાકડું જપ્ત કરેલ છે. શંકાના આધાર તપાસ કરતા એકને ઉદયપુર બસમાંથી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ પકડેલ શખ્સ પણ ઉદયપુરનો હોઈ વધુ તપાસ હાથ ધરી છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
