તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
અમરેલીના નાના ભંડારીયા મહિલાના મૃતદેહ મામલે પોલીસે ભેદ ઉકેલ્યો :પતિ જ ખુદ હત્યારો નીકળ્યો
આરોપી પતિએ જ સામાન્ય માથાકૂટમાં ગળું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હતી

અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામમાં 2023માં યુવતીની મૃતદેહ મળ્યા બાદ 2025માં પોલીસએ ભેદ ઉકેલી દીધો આરોપી પતિએ જ સામાન્ય માથાકૂટમાં ગળું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હતી પોલીસએ મહિલાનું સ્ટેચ્યુ બનાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આખી ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ હાથ ધરી.
વર્ષ 2023માં અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામ નજીક આવેલ ડેમના પાળા પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી હતી ત્યારબાદ પોલીસએ એડી નોંધાય હતી ત્યાદબાદ દાહોદના નવલીબેન ખેત મજૂરી કરતા હતા તેમને અરજી આપી હતી પોતાની દીકરી ગુમ થયાની ત્યારબાદ તાલુકા પોલીસએ તપાસ હાથ ધરી અગાવ લાશ મળેલ યુવતીના ડીએનએ મેચ કરતા જાણવા મળ્યું મૃતક દીકરી નાવલીબેન બારૈયાની છે આ દરમ્યાન તેમના જમાઈ ભાવેશ કટારાએ સાસુને કહ્યું મેં તમારી દીકરીને મારી નાખી છે ત્યારબાદ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધી આરોપી જમાઈ ભાવેશ કટારાની ધરપકડ કરવા માટે અમરેલી તાલુકાની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા વડીયામાં બાદલપર ગામમાંથી ઝડપી લીધો અને પોલીસએ પૂછ પરછ કરતા કબૂલાત આપી વધુ પુરાવા એકત્ર કરવા માટે પોલીસએ કોર્ટ સમક્ષ રજૂ કરતા 5 દિવસના રીમાન્ડ મળ્યા છે.
આજે અમરેલી તાલુકા પોલીસની ટીમ આરોપી ભાવેશ કટારાને લઈ ઘટના બની હતી ત્યાં સ્થળ પર પોહચી નાના ભંડારીયા ગામ નજીક ગોવિંદભાઇ વોરાની વાડીમાં પત્નીની કેવી રીતે હત્યા કરવામાં આવી તે એક મહિલાના સ્ટેચ્યુ મારફતે ઓરડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરાવ્યું હતું જેમાં એક ઓરડીમાં એકલા હોય છે અને માથાકૂટ દરમ્યાન આરોપી પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી દીધા બાદ પત્ની તેના ઉપર પડી જાય છે ત્યારબાદ પતિ દ્વારા પત્નીને ખભે નાખી ખેતરમાં બાવળની કાટ રાખી દીધી હતી અને આરોપી ભાગી ગયો હતો આ આખી ઘટના હત્યા કેવી રીતે કરવામાં આવી તે અંગે પોલીસએ વીડિયો સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું બીજી તરફ આરોપી ભાવેશ કટારા ઉંમર 22 હાલ અમદાવાદનો રેહવાસી મૂળ વતની દાહોદ જિલ્લાનો છે 2023માં આરોપી ભાવેશ કટારા પોતાના સાસુ સસરાને પત્ની સાથે નાના ભંડારીયા ગામે સીમમાં ગોવિદ વોરાની વાડીમાં ખેત મજૂરી કરતા હતા અને તારીખ 12-02-2023ના આરોપી ભાવેશન સાસુ સસરા દાહોદ ખાતે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા બંને પતિ પત્ની વચ્ચે ઝગડો થતા આરોપીએ પોતાની પત્નીને ગળું દબાવી હત્યા કરી નાખી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
