<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

RSSના શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઘૂંટુ ગામે તાલુકાનો વિજ્યાદશમી ઉત્સવ યોજાયો.

સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક ભરતભાઈ રબારીનું બૌદ્ધિક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંઘ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. જેમાં વિજ્યાદશમી નિમિત્તે મોરબી તાલુકાનો વિજ્યાદશમી ઉત્સવ તા. 5-10-2025ના રોજ ઘૂંટુ ગામે યોજવામાં આવ્યો હતો.

      જેમાં મોરબી તાલુકાના પીપળી ગામે આવેલ હરિહર આશ્રમના મહંત શરદ મુનિના આશીર્વચન મળ્યા હતા. આ સાથે સંઘના 3 એકમ મોરબી તાલુકો, માળીયા તાલુકો, મોરબી નગરના પ્રચારક ભરતભાઈ રબારીનું બૌદ્ધિક હતું. સાથે અધિકારીમાં મોરબી તાલુકાના કાર્યવાહ અશોકભાઈ કાસુન્દ્રા ઉપસ્થિત હતા. સાથે જ પૂર્ણ ગણવેશમાં તરૂણ બાલ મળીને કુલ 93 લોકોએ ઘોષ સાથે ઘૂંટુ ગામમાં પથ સંચલન કાઢ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય પ્રત્યાક્ષિતમાં દંડયોગ અને નિયુદ્ધનું પણ પ્રત્યાક્ષિત રહ્યું. વધુ વાત કરતા બૌદ્ધિકમાં સંઘની 100 વર્ષની ગાથા અને એમાં આવેલ પડકારો અને પડકારોનો સામનો કેમ કરવો અને હવેના સમયમાં સંઘ કાર્ય કેમ કરવું એ વિષય પર બૌદ્ધિક રહ્યું.


 

(10:41 PM IST)