<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

મેલડીધામ મધુપુર ખાતે મહાઆરતીનો પૂર્વ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લાભ લીધો.

મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પધારેલ તમામ અતિથીઓનું માન ભેર સ્વાગત કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મેલડીધામ મધુપુર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા મેલડીધામ પધાર્યા હતા. તેમજ એમની સાથે મેઘરાજસિંહ ઝાલા (શક્તિ મેડિકલ), બચુભા ઝાલાએ ( રંગપર) મા મેલડીની મહા આરતી ઉતારી હતી તેમજ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ તકે મેલડીધામ મધુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા પધારેલ તમામ અતિથીઓનું માન ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


 

(10:45 PM IST)