<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ઋષિ ભૂમિ ટંકારા ના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે.

હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારા ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : બદલાતી જતી અતિઆધુનિક લાઈફ-સ્ટાઈલ અને બગડતું જતું ખાન-પાન યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ અને અનિંદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. પરંતુ આપણા ઋષિ મુનીઓ થકી આપણને વારસામા મળેલ અમુલ્ય ભેટ એટલે યોગ. જેના દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતીને પામી શકે છે. જે હેતુસર ઋષિ ભૂમિ ટંકારા ના આંગણે તારીખ 13,14 અને 15 ઓક્ટોબર 2025 ના રોજ  સવારે ૬ થી ૮ સુધી ખજુરા રિસોર્ટ, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે યોગોત્સવ રાખવામાં આવેલ છે. આ યોગોત્સવ પ્રસંગે ખાસ દેવભૂમિ હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારા ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આ યોગોત્સવ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે. જેથી કરીને મોરબી જિલ્લાની તમામ જનતા ને આનો લાભ લેવા યોગ ટીમ ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે નામ નોંધણી માટે 9558926180, 9687442735 પર સંપર્ક સાધી શકશો. 
. "યોગ યુક્ત બનીએ, રોગ મુક્ત બનીએ" ના નારા સાથે ટંકારા સમસ્ત ગામજનો અને યોગ ટીમ ટંકારા દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવેલ છે.


 

(11:50 PM IST)