News of Tuesday, 7th October 2025
વિસાવદરના પ્રબુદ્ધ રઘુવંશી કાંતિભાઈ કાનાબાર સુરવાવાળા ઉર્ફે "કાંતિભાઈ સુદામા"નું વડોદરા ખાતે અવસાન : મંગળવારે સાંજે બેસણું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના પ્રબુદ્ધ રઘુવંશી કાંતિભાઈ કાનાબાર સુરવાવાળા ઉર્ફે "કાંતિભાઈ સુદામા"નું વડોદરા ખાતે અવસાન થયેલ છે. તેઓ વાંચનનો જબરો શોખ ધરાવતા હતા. "અકિલા"નાં નિયમિત વાચક હતા. વિસાવદરથી વડોદરા ખાતે પુત્રો સાથે રહેવા જવાનું થતાં ત્યાં પણ તેમના પુત્રો "અકિલા"ની કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી આપતા તે વાંચી સંતોષ અનુભવતા હતા.
વિસાવદરના સૌના મિત્ર અને જીંદગીપર્યત સાદગીભર્યું જીવન જીવતા સુરવાવાળા શ્રી કાંતિલાલ ધારસીભાઈ કાનાબાર (ઉંમર ૭૯ વર્ષ) તે પીરવડવાળા સ્વ. કેશવલાલ નાથાલાલ કોટડીયાના જમાઇ અને
દિપક કાનાબાર (વડોદરા), ચેતન કાનાબાર (ભરૂચ) તથા ભારતીબેન જિતેન્દ્રકુમાર દત્તાણી (પોરબંદર)ના પિતાશ્રીનુ તા. ૦૬-૧૦-૨૦૨૫, સોમવારના રોજ અવસાન થયું છે.
પરિવારજનોનાં જણાવ્યાં અનુસાર સૌ સગા–સબંધીઓ, મિત્રો અને પરિચિતોને નમ્ર વિનંતી છે કે,સદગતના આત્માની શાંતિ માટે જ્યાં રહો છો ત્યાંથીજ પ્રાર્થના કરશો—તે જ અમારે મન સાચી શ્રદ્ધાંજલિ અને સાંત્વના છે. (લૌકિક ક્રિયાઓ બંધ છે) ટેલિફોન, ઈમેઇલ અથવા SMS દ્વારા સંદેશ આવકાર્ય છે. સંપર્ક: દિપક કાનાબાર–મો.૯૮૨૫૦ ૬૦૯૨૦, ચેતન કાનાબાર–મો.૯૮૭૯૦ ૬૦૮૮૧, ભારતીબેન દત્તાણી–મો. ૭૫૭૫૦ ૪૨૮૯૦. ટેલિફોનીક ઉઠમણાં/બેસણાં નો સમય: સાંજે ૪ થી ૬ તા.:૦૭/૧૦/૨૦૨૫ મંગળવાર. વડોદરા.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
