<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

મોરબીના વેજલપર જૂથ સેવા સહકારી મંડળીનું ખેડૂતલક્ષી કાર્ય : કપાસમાંથી રૂ કાઢવા મશીન વસાવવામાં આવ્યું.

ખેડૂતો પોતાની નજર સામે જ પોતાનો કપાસ ઉતારો થતા જોઈ શકશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીનાં વેજલપરમાં સ્થિત વેજપર જૂથ સેવા સહકારી મંડળી લી. દ્વારા ખેડૂતો લક્ષી સરાહનીય કર્યા કરવામાં આવ્યું છે. જેમાં કપાસ વેચવા જતા ખેડૂતો સાથે અનેક છેતરપિંડીના અબનાવો સામે આવતા વેજલપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિતાર્થે કપાસ કાઢવાનું મશીન ખરીદવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતો પોતાની નજર સામે જ પોતાનો કપાસ ઉતારો થતા જોઈ શકશે.


વેજલપર જૂથ સેવા સહકારી મંડળી લી. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વેજલપર જૂથ સેવા સહકારી મંડળી દ્વારા ખેડૂત સભાસદો માટે એક સરાહનીય કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. કપાસ વેચાણ માટે છૂટક વેપારી તથા જિનિંગ મિલમાં ઉતારા કાઢીને ભાવ કરવાની પ્રથા મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી વેપારીઓ દ્વારા અમલમાં લેવામાં આવી છે. ત્યારે ખેડૂતોને ખેડૂતોને પોતાના કપાસના રૂનો ઉતારો કેટલો છે. તે પોતાની નજર સામે જ જાણ થાય તેવા હેતુથી કપાસમાંથી રૂનાં ઉતારા કાઢાનું મશીન મંડળી દ્વારા ખરીદી ટોકન ભાવથી ખેડૂતો ઉતારો કાઢી અને ખેડૂત પોતાના કપાસનો ભાવ પોતે નક્કી કરી શકે તેવા આશય સાથે આ મશીનને મંડળી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(1:00 AM IST)