તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 7th October 2025
ચોટીલામાં RSS દ્વારા પથ સંચાલન સાથે વિજયાદશમી શતાબ્દી ઉત્સવ ઉજવાયોઃ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પ્રસંગે શતાબ્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે શહેર અને તાલુકાના સ્વયંમ સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના રાજમાર્ગ ઉપર પથ સંચલન કરવામાં આવેલ હતું જે જુની મામલતદાર કચેરીથી બસસ્ટેન્ડ, મેઇન બજાર, આણંદપુર રોડ, શાષાીનગર, રામચોક જેવા મુખ્ય માર્ગો ઉપર ફરેલ જેને નિહાળવા શહેરીજનો ઉત્સાહભેર જોડાયા હતા, વિજ્યાદશમી ઉત્સવ ઉજવણીના કાર્યક્રમના ભાગ રૂપે ધ્વજા રોહણ, સંઘ પ્રાર્થના, પરિચય, અમળતવચન, વિજય ગીત જેવા વિદવિદ કાર્યક્રમ યોજાયેલ હતા. આ પ્રસંગે અતિથિ વિશેષ નવા ઝરીયા મહાદેવ ખોડિયાર આશ્રમના મહંત પૂ.બ્રહ્મચારી બાપુ તેમજ સુરેન્દ્રનગર વિભાગ પ્રચારક બૌદ્ધિક વક્તા ભવદિય રામસિંહભાઈ બારડનું ઉદ્વોધન યોજાયેલ ત્યારબાદ ધ્વજા વિતરણ, વિકિર અને શષાપૂજન યોજાયેલ હતો, જેમા ખાસ ચોટીલા અને ગ્રામ્ય વિસ્તારનાં સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. શતાબ્દી ઉત્સવના કાર્યક્રમને સફળ બનાવવા ચોટીલા તાલુકા કાર્યવાહક સામતભાઇ રંગપરા, વિનયભાઇ ચાવડા સહિતના સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી હતી. (તસવીરઃ હેમલ શાહ)
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
