<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગોંડલ યાર્ડમાં ૮પ હજાર ગુણી મગફળીની આવકઃ મણના રૂા. ૮૦૦ થી ૧૧૦૦ ભાવ

ગોંડલઃ માર્કેટિંગ યાર્ડમાં સિઝન ની શરૂઆત માં  સૌથી વધુ ૮૦ હજાર થી ૮૫ હજાર ગુણી મગફળી ની આવક થવા પામી હતી.  હરાજીમાં ૨૦ કિલોનો ભાવ ૮૦૦ થી ૧૧૦૦ સુધીના ભાવ બોલાયા હતા. સૌરાષ્‍ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. વરસાદની આગાહીને લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. (અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્ય, તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:04 AM IST)