<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ધોરાજી પાસેની ધાબીમાંથી તોરણીયા ગામના ગૂમ થયેલા યુવાનની લાશ મળતા ચકચારઃ હત્‍યા કરાયાનો પરિવારનો આક્ષેપ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૭: તોરણીયા અને નાની પરબડી ગામ વચ્‍ચે આવેલ ધાબી માંથી એક યુવાનની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

તોરણીયા ગામના  મયુરભાઈ શામજીભાઈ દેલવાડીયા અંદાજે ઉ ૩૫ જે થોડાક દિવસો પહેલા તોરણીયા ગામે થી ગુમ થયેલ અને પોલીસ અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી.

ત્‍યારે ગઈકાલે સાંજના સમયે નાની પરબડી ગામ અને તોરણીયા ગામ વચ્‍ચે આવેલ ધાબી નાં પાણી નાં ભૂંગળા માંથી કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી અને ધોરાજી સરકારી હોસ્‍પિટલ માં પી એમ માટે લાશ ને ખસેડવામાં આવી હતી

ધોરાજી તાલુકા પોલીસ અધિકારીઓ અને પરીવાર જનો અને પૂર્વ ધારાસભ્‍ય લલીતભાઈ વસોયા ધોરાજી હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા ત્‍યારે મળતક યુવાન નાં પરીવાર નાં કાકા બાપાના ભાઇ એ આક્ષેપ કર્યો છે કે તેમના ભાઈ ને કોઈ એ મારી ને ફેંકી દેવામાં આવ્‍યો છે તેવી આશંકા વ્‍યક્‍ત કરી છે.

હાલ તાલુકા પોલીસ મુખ્‍ય અધિકારી યોગ્‍ય તપાસ હાથ ધરી છે તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે. તોરણીયા અને નાની પરબડી ગામ માં ચકચાર મચી જવા પામી છે. તેમજ મળતદેહને રાજકોટ ફોરેન્‍સિકમાં પીએમ માટે મોકલવામાં આવેલ છે. (૭.ર૧)

(12:18 PM IST)