News of Tuesday, 7th October 2025
ઇતિહાસ બુરો હોય શકે, અધ્યાત્મ તો શુધ્ધ જ હોયઃ પૂ. મોરારીબાપુ
ભાવનગર જીલ્લાનાં ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ‘માનસ ગોપનાથ' શ્રી રામકથાનો આજે ચોથો દિવસ

રાજકોટ તા. ૭ :.. નરસૈયાની સાધના સ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં રામકથા રસપાન કરાવતાં શ્રી મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો. અહીંયા મોટીસંખ્યામાં ભાવિક શ્રોતાઓ રામકથા લાભ લેતાં રહ્યાં છે. આજે શ્રીરામકથાનો ચોથો દિવસ છે.
ગોહિલવાડના ઐતિહાસિક તીર્થ એટલે નરસૈયાની સાધનાસ્થળી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગોપનાથ' ચાલી રહેલ છે, જેમાં ત્રીજા દિવસે સાંપ્રત ચિંતન સત્સંગ પ્રસ્તુત થયું. શ્રી મોરારિબાપુએ ક્થા રસપાન કરાવતાં શ્રી મોરારિબાપુએ સાંપ્રત સ્થિતમાં ભજનીકોને ભોગવવાનું આવે ત્યારે નરસૈંયો યાદ આવે તેમ હળવો વસવસો વ્યક્ત કર્યો અને અસ્પળશ્યતા, કુંવરબાઈ મામેરું, શ્રાધ્ધ, કેદારરાગ વગેરે પ્રસંગોમાં રહેલાં મતમતાંતરોનો ઉલ્લેખ કરી નરસિંહ મહેતાએ પરચો કે પ્રપંચ નહી, પણ ગોપનાથ અને ગોપીનાથનો આપણને પરિચય કરાવ્યો તે મહત્વનું છે, તેમ ભારપૂર્વક કહ્યું. મોરારિબાપુએ નમ્ર ભાવે જણાવ્યું કે, મારો સંબંધ ઈતિહાસ તવારીખ સાથે નહી પરંતુ નરસિંહના અધ્યાત્મ સાથે રહેલો છે અને કહ્યું કે, ઈતિહાસ ભલો બુરો હોઈ શકે, અધ્યાત્મ તો શુધ્ધ જ હોય.
ક્થા પ્રસંગો સાથે શબ્દ એ બ્રહ્મ છે, અશબ્દ એ પરબ્રહ્મ છે અને અપશબ્દ એ માયા છે, તેમ શબ્દ સંદર્ભે પૂ. મોરારિબાપુ ચિંતન સાથે હળવી વાતો કરી.
રામચરિત માનસ વર્ણન સાથે ઋષિઓના સંવાદમાં શ્રી તુલસીદાસજીએ રામકથા અને રામનામનો મહિમા હોવાનું કહ્યું છે, તેમ જણાવ્યું, આ સાથે રામકથા પહેલા શિવકથા સાંભળવાનું મહાત્મ્ય પણ આ કથામાં છે, તેમ જણાવાયું અને કથા સુખપૂર્વક, સ્વાંત સુખાય એ રીતે સાંભળવા પણ શિખામણ આપી હતી. તેમ જયદેવભાઇ માંકડ (તલગાજરડા), મુકેશ પંડિત (ઇશ્વરીયા) ની યાદીમાં જણાવાયુ છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
