News of Tuesday, 7th October 2025
ઉપલેટા તાલુકામાં કમોસમી વરસાદથી ખેતીના પાકો બરબાદ

ઉપલેટા, તા.૬: સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં સતત અને ભારે સાત દિવસ સુધી પડેલ વરસાદથી પાક ઉપર આવેલ તૈયાર થયેલ મગફળી કપાસ સોયાબીન ના પાકો ને ભારે નુકસાન થયું છે સતત વરસાદથી કપાસ મગફળી સોયાબીન અને દિવેલા ના પાકો કોહવાઈ ગયા છે તેને કારણે ખેતીના ઉત્પાદનોને કરોડો રૂપિયાનું નુકસાન થશે ખેડૂતોના મોઢેથી કોળિયો ઝૂંટવાઈ ગયો તેવા ઘાટ થયા છે ઉપરોક્ત પાકોના ઉપર આવેલ સતત વરસાદથી ભીના રહેવાથી પાંદડાઓ ફુગાઈ ગયા છે અને ખેતરોમાં પાણી ભરાઈ રહેલ તેથી મૂળ કોહવાઈ ગયા છે અને વરસાદ સાથે આવેલ પવનો થી કપાસ દિવેલાના પાકો જમીન દોષ થયા છે ખેતીના પાકોમાં થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને નુકસાની નું વળતર આપવું જોઈએ એવી કિસાન સભા ના રાજકોટ જિલ્લા મંત્રી કારાભાઈ બારૈયાએ પત્ર પાઠવી માંગણી કરેલ છે ખેડૂતોને નુકસાની નું વળતર મળશે તો જ ખેડૂતોને રવિ પાક કરવા ખાતર બિયારણો ની વ્યવસ્થા કરવા નાણાં મળી શકે ખેડૂતોની આ સ્થિતિ અંગે સરકારે સહાનુ ભુતિ અને સંવેદનાથી ખેડૂતોની મદદે ઉદારતાથી વળતર આપવા આગળ આવવું જોઈએ એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિ ની મીટીંગમાં ઉપસ્થિત સૌ સભ્યશ્રીઓએ ખેડૂતોની વ્યથા રજૂ કરી અને ખેતીની વાસ્તવિક ચિત્ર રજૂ કરી ખેડૂતોની માંગણી સરકાર સમક્ષ કરવા રજૂઆતો થઈ હતી.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
