News of Tuesday, 7th October 2025
સાળંગપુર શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી મહારાજને રીયલ ડાયમંડ જડેલો મુકુટ-એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા : 200 કિલો હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર
પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન

રાજકોટ તા.૭
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને રીયલ ડાયમંડ જડેલો મુકુટ એવં એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા એવં હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.મંદિર પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂનમ નિમિત્તે સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:30 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને રીયલ ડાયમંડ જડેલો મુકુટ એવં એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે તથા દાદાના સિંહાસને 200 કિલો હજારીગલના ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો શણગાર કરાયો છે. 3 સંતો, પાર્ષદ અને ભક્તો દ્વારા આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
