<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કચ્‍છમાં એસટીની ઝૂમ બરાબર ઝૂમ સવારીઃ બે ડ્રાઈવર ‘પીધેલા' કારને ટક્કર મારી પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭:  ગાંધીના ગુજરાતમાં સરકારી કર્મીઓ દારૂ પી નશાની હાલતમાં નોકરી કરતા હોય એ હકીકત સરકાર અને પ્રજા બંને માટે શરમજનક છે. રોડ ઉપરના વાહનચાલકો નિર્દોષ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકનારા એસટી બસ સર્વિસના નશેડી ડ્રાઈવરો સામે કડકાઈપૂર્વક પગલાં ભરવાની જરૂરત છે. નલિયા કળષ્‍ણનગર બસના પીધેલા ડ્રાઈવરે કારને ટક્કર મારી બસના પ્રવાસીઓ સાથે રોડ ઉપરના વાહનચાલકોના જીવ જોખમમાં મૂકયા હતા. આ બાબતે માનકુવા (ભુજ) પોલીસે જીજે ૧૮ ઝેડ ૮૫૯૦ એસટી બસના ચાલક પ્રકાશ કમજી અસારીની પૂછપરછ કરતા તે પીધેલી હાલતમાં જણાયો હતો. નલિયા (કચ્‍છ) ડેપોના આ ડ્રાઇવર સાથે જ કેબિનમાં બેઠેલ અન્‍ય એસટી ડ્રાઇવર સૂર્યસિંહ ચતુરસિંહ સોલંકી પણ નશાની હાલતમાં હતો. આમ બબ્‍બે નશેડી એસટી બસ ડ્રાઇવરો નશાની હાલતમાં મળી આવવાના સમાચારે લોકોમાં ચકચાર સાથે ચિંતા સર્જી છે.

(1:37 PM IST)