<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ગોંડલ શ્રી અક્ષર મંદિરે ૨૪૦મો ગુણાતીત જન્‍મોત્‍સવ ઉજવાયોઃ સંતો- હરિભકતોની ઉપસ્‍થિતી

ગોંડલઃ શ્રી અક્ષર મંદિર,ગોંડલ ખાતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્‍વામીનો ૨૪૦મો જન્‍મોત્‍સવ ધામધૂમથી ઉજવાયો. સવારે પ્રાતઃકાળે ૬ વાગ્‍યે અક્ષર ચોકમાં વૈદિક મહાપૂજા યોજાઈ. જેમાં ઠાકોરજીની ષોડશોપચાર વિધિથી પૂજાનો લાભ સર્વે હરિભક્‍તોએ પ્રાપ્ત કર્યો.

શ્રી અક્ષર દેરીમાં અદ્દભુત સુશોભન કરવામાં આવ્‍યું હતું.તો મંદિરમાં પણ ઠાકોરજીને વિશિષ્ટ શણગાર ધારણ કરાવવામાં આવ્‍યા હતા. સવારથી સાંજ સુધી ભક્‍તોએ દિવ્‍ય દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો. સાંજે ૦૮:૩૦વાગ્‍યે મુખ્‍ય ઉત્‍સવ સભાનો શુભારંભ થયો. જેમાં સંસ્‍થાના વરિષ્ઠ અને વિદ્વાન સંતો, શહેરના મહાનુભાવો, અને મોટી સંખ્‍યામાં હરિભક્‍તો ઉપસ્‍થિત રહ્યા. સભામાં પૂ.સંતોએ ગુણાતીત સંતની પ્રાપ્તિ, ગુણાતીતમાં પ્રીતિ,પ્રતીતિ અને પરિવર્તન સાથે ગુણાતીતનું પ્રવર્તન અને પ્રગટપણું વિષયક કથામળતનો લાભ આપ્‍યો. બાળકો-યુવાનો એ વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોની ચોટદાર પ્રસ્‍તુતિ સાથે શરદપૂનમ ઉત્‍સવને અનુરૂપ મહારાસ પણ રજૂ કર્યો. તો મૂળ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્‍વામીને પાંચ આરતીનું અર્ઘ્‍ય અર્પણ કરવામાં આવ્‍યું.ઉત્‍સવ સભાના અંતે સૌ હરિભક્‍તોએ શીતળ ચાંદનીમાં દૂધ પૌંઆનો પ્રસાદ ગ્રહણ કર્યો. આમ,શ્રી અક્ષર મંદિરે ૨૪૦મો ગુણાતીત જન્‍મોત્‍સવ અતિ ભવ્‍યતાથી ઉજવાયો હતો. (તસ્‍વીર- અહેવાલઃ જીતેન્‍દ્ર આચાર્યઃ અશોક જોષી, ગોંડલ)

 

(11:23 AM IST)