<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

૨૦૨૫ની પહેલી ભારે હિમવર્ષાઃ ઉત્તર ભારતમાં બરફનું આવરણઃગુજરાતમાં શિયાળાની શરૂઆત

હિમવર્ષાના પ્રભાવને કારણે ગુજરાતમાં ૧૦ ઓક્‍ટોબરથી ગુલાબી ઠંડીની શરૂઆત થશે, ધીમે ધીમે શિયાળો જામશે

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૭ : આ વર્ષની પ્રથમ ભારે હિમવર્ષા આખરે આવી ગઈ છે, જેની તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઉત્તર ભારતના પર્વતીય વિસ્‍તારોમાં પヘમિ વિક્ષેપ (Western Disturbance – WD)ના પ્રભાવને કારણે મોસમની પહેલી ભરપૂર હિમવર્ષા શરૂ થઈ છે. આ હિમવર્ષા વિવિધ સ્‍થળોએ જોવા મળી રહી છે, જે પર્યટકો અને સ્‍થાનિકો માટે આનંદનું કારણ બની છે.

કુલ્લુ-માનાલી (હિમાચલ પ્રદેશ)માં આ સિઝનની પ્રથમ ભરપૂર હિમવર્ષા શરૂ થઈ છે. અહીંના પર્વતો સફેદ બરફથી ઢંકાઈ ગયા છે, જે પર્યટનને વેગ આપશે મિનિમાર્ગમાં પણ હિમવર્ષા ધીમે ધીમે વધી રહી છે. સ્‍થાનિક વિસ્‍તારોમાં બરફનું આવરણ વધતું જોવા મળી રહ્યું છે, જે આ વિસ્‍તારની સુંદરતાને વધારે છે

રઝદાન પાસ પર અંદાજે ૨થી ૩ ઇંચ જેટલું બરફ પડ્‍યું છે. આગામી ૧૮થી ૨૪ કલાકમાં વધુ હિમવર્ષાની સંભાવના છે, જેનાથી આ વિસ્‍તારમાં શિયાળાની શરૂઆત થઈ છે.

આ વિક્ષેપને કારણે જમ્‍મુ-કાશ્‍મીર અને હિમાચલ પ્રદેશ જેવા વિસ્‍તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને પર્વતીય માર્ગો પર વાહન વ્‍યવહારને અસર થઈ શકે છે.

ગુજરાત માટે મહત્‍વનું અપડેટ આ હિમવર્ષાના પ્રભાવને કારણે ગુજરાતમાં પણ શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે. ૧૦ આોક્‍ટોબરથી ગુલાબી ઠંડીની શરૂઆત થશે, અને ધીમે ધીમે શિયાળો જામશે. ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી સેલ્‍સિયસનો ઘટાડો થશે. તાપમાન 18°Cથી 20°C વચ્‍ચે પહોંચી શકે છે, જેનાથી વાતાવરણમાં ઠંડક વધશે. 

(1:37 PM IST)