<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

કુતિયાણા પાસે ૩૦ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ચોંટા ચેક પોસ્‍ટ નજીક દારૂના ર૦૦ બોકસમાં ૬૧૪૪ બોટલો ભરેલો ટ્રક અમદાવાદથી પોરબંદર લઇ જવાતો હતો : ટ્રક ડ્રાઇવરની પુછપરછ : અન્‍ય ર આરોપી નાસી ગયા : પોરબ઼દરમાં દારૂનો જથ્‍થો કોને પહોંચાડવાનો હતો ? તેની તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :  કુતિયાણા પાસે ચેકપોસ્‍ટમાંથી મોડી રાત્રે પસાર થતા ટ્રકમાંથી ૩૦ લાખના ઇંગ્‍લીશ દારૂ ઝડપાયો હતો.

આ દારૂ ભરેલા ટ્રકના ઝડપાયેલા ડ્રાઇવર હિંમતસિંહે કરણસિંહજી વણઝારા રહે. પંચમહાલ વાળાએ પોલીસને પુછપરછમાં જણાવેલ કે આ દારૂ અમદાવાદથી પોરબંદર લઇ જવાનો હતો.

આ ૩૦ લાખનો દારૂ પોરબંદરમાં કોને પહોંચાડવાનો હતો ? તે  અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કુતિયાણાની ચૌટા ચેક પોસ્‍ટ પાસે મોડીરાત્રે શંકાસ્‍પદ ટ્રકનું પોલીસે ચેકીંગ કરતા આ ટ્રકમાં ઇંગ્‍લીશ દારૂની ર૦૦ બોકસમાં ૬૧૪૪ બોટલો કિ. ર૯૯પ૦૦૦ સાથે ડ્રાઇવર હિંમતસિંહ કરણસિંહજી વણઝારા રે. પંચમહાલવાળાને ઝડપી લીધો હતો.

ટ્રકના ચેકિંગ દરમિયાન અન્‍ય આરોપી ઋષભ વસાવા રે. ભરૂચ તથા એક અજાણ્‍યો શખ્‍સ નાસી ગયો હતો.

ઝડપાયેલો ૩૦ લાખનો દારૂ પોરબંદરમાં કોને ત્‍યાં પહોંચાડવાનો હતો? તેની તપાસ થઇ રહી છે. દારૂના આ પકડાયેલા મોટા જથ્‍થા અંગે આ દારૂ પોરબંદરમાં કોઇને ત્‍યાં પહોંચાડવાનો હતો તે વિગત જાહેર કરાશે કે કેમ ? તે ચર્ચા થઇ રહી છે. કુતિયાણા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ એસ.જી. જાડેજા તપાસ ચલાવે છે. (૯.૧૮)

(12:54 PM IST)