<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

જેતપુર : કેતને મકાનની ખરીદી માટે પ્રેમીકાના ઘરમાંથી ૮.ર૦ લાખની ચોરી કરાવી'તી

પકડાયેલ કેતન તથા અભય ત્રણ દિ'ના રીમાન્‍ડ ઉપર : પ્રેમિકાને જેલ હવાલે કરવાનો હુકમ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧રઃ  જેતપુરમાં ૮.ર૦ લાખની ચોરીના બનાવમાં પોલીસે ફરીયાદીની પુત્રી અને તેના પ્રેમી સહિત ત્રણને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પ્રેમી સહિત બે આરોપીઓને ત્રણ દિ'ના રીમાન્‍ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. જયારે મહિલા આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો. પકડાયેલા કેતન પોતાના મકાનની ખરીદી માટે પ્રેમીકા પાસે તેના જ ઘરમાં ચોરી કરાવી હોવાનું ખુલ્‍યું છે.

જેતપુર, બાપુનીવાડીમાં, અભીષેક સ્‍કુલ પાસે ફરીયાદીના રહેણાંક મકાનમાં કાયદાના સઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા ઋત્‍વીએ ફરીયાદીના રહેણાંક મકાનમાંથી  સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૮,૨૦,૨૫૦/- ચોરી કરી, ચોરી કરેલ દાગીના આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયાને આપેલ હોવાની ફરિયાદ થતા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા જેતપુર ડિવીઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાએ આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા સૂચના આપતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને જેતપુર અમરનગર રોડ ઉપર આવેલ ક્રિષ્‍ના ડીલક્‍સ પાન નામની દુકાનેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના મુદામાલ કિ.રૂ.૩,૧૭,૦૦૦/- સાથે પકડી પાડેલ હતા. તેમજ ચોરી થયેલ મુદામાલ બાબતે આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયાની ઉક્‍તી પ્રયુક્‍તિથી પુછપરછ કરતા જણાવેલ કે, ચોરી કરેલ મુદામાલ જેતપુર, રાજકોટ તથા મુંબઇ ખાતે પોતાના મીત્ર અભય વિનુભાઇ ગોહેલ સાથે જઇ સોનીને વેંચાણ કરેલ હોવાની હકિકત જાહેર કરેલ હતી. જેથી તુરત જ એક ટીમ બારોબાર રાજકોટ શહેર ખાતે મોકલી આપી સહઆરોપી અભય વિનુભાઇ ગોહેલને તાત્‍કાલીક શોધી કાઢેલ હતો.

 પકડાયેલ આરોપી કેતન ઉર્ફે અજય ધીરૂભાઇ ભાવડીયા તથા અભય વિનુભાઇ ગોહેલને રીમાન્‍ડ રીપોર્ટ સાથે કોર્ટમાં રજુ કરતા બન્ને આરોપીઓના કોર્ટે દિન - ૦૩ પોલીસ કસ્‍ટડીના રીમાન્‍ડ મંજુર કરેલ. અને મહિલા આરોપી ઋત્‍વીબેનને  કોર્ટમાં રજુ કરતા કોર્ટે મહિલા આરોપીને ગોંડલ સબ જેલ હવાલે કરેલ છે.

આરોપી કેતન ઉર્ફે અજયએ પોતાને મકાન ખરીદી કરવા માટે સહઆરોપી પ્રેમીકા ઋત્‍વીને લાલચ આપી, પ્રેમજાળના જાસા ફસાવી, ઋત્‍વીને પોતાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી કરવાનું કહી, ધરેણા પોતાની પાસે રાખી નજીવી રકમ ઋત્‍વીને આપી, સોના-ચાંદીના દાગીના વેચીને આરોપીએ મકાનની ખરીદી કરવા માટે આ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી.

આ કાર્યવાહી જેતપુર સીટી પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.ડી.પરમાર,  એ.એસ.આઇ. ભાવેશભાઈ ચાવડા, મિલનસિંહ ડોડીયા, રક્ષાબેન સોલંકી, પો. હેડ કોન્‍સ. સાગરભાઇ મકવાણા, પો.કોન્‍સ. અમિતભાઇ સિધ્‍ધપરા, શક્‍તિસિંહ ઝાલા, લાખુભા રાઠૌડ,  ભગીરથસિંહ જાડેજા તથા પ્રદિપભાઇ આગરીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(1:16 PM IST)