News of Tuesday, 7th October 2025
સુરેન્દ્રનગર SOG ની મોટી કાર્યવાહી : લખતરના દેવળીયા ગામમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરનો ગેરકાયદે જથ્થો ઝડપ્યો
યુરિયા ખાતરની 597 થેલી, ખાતરની ખાલી થેલી, સિલાઈ મશીન, ટ્રક,મોબાઈલ સહિત કુલ 19 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર SOG પોલીસે યુરિયા ખાતરનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડ્યો છે. સરકારી સબસિડી વાળુ યુરિયા ખાતરની થેલી બદલાવીને અન્ય થેલીમાં ભરી વેચાણ કરતા હતા. લખતરના દેવળીયા ગામના ક્રિપાલ ભવાનસિંહ રાણા પોતાના ગોડાઉનમાંથી ગેરકાયદેસર યુરિયા ખાતરની હેરાફેરી કરતા ઝડપાયા છે. યુરિયા ખાતરની 597 થેલી, ખાતરની ખાલી થેલી, સિલાઈ મશીન, ટ્રક,મોબાઈલ સહિત કુલ 19 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થળ પરથી આઠ મજુરો, ટ્રક ડ્રાઇવર, કલીનર મળી આવ્યા છે. સ્થળ પર ગેરકાયદેસર જોડાણ મળી આવતા પીજીવીસીએલ ટીમને બોલાવી વીજ જોડાણ કટ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. ક્રિપાલ ભવાનસિંહ રાણા અને અજય બળવંતસિંહ રાણા સામે જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
