News of Wednesday, 8th October 2025
તેરા તુજ કો અર્પણ: કચ્છમાં મુન્દ્રા પોલીસે ૨૧ લોકોને ૪ લાખની ની કિંમન ના ૨૧ મોબાઈલ પરત અપાવ્યા
મુન્દ્રા ઉદ્યોગિક શહેર છે અને અહીં અન્ય રાજ્યો ના લોકો રોજી રોટી માટે આવ્યા છે ત્યારે મુન્દ્રા પોલીસ ની ટીમએ છેલ્લા ત્રણ મહિના માં કુલ ૪ લાખ ૨ હજારના ૨૧ મોબાઈલ સંબંધિત માલિક ને અર્પણ કર્યા : પીઆઈ રાકેશ ઠુંમ્મર

વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮ : પોલીસ પ્રજાનો મિત્ર છે અને પ્રજાની સલામતી માટે જ હોય છે એ ઉક્તિ ને સાર્થક કરતો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ મુન્દ્રા પોલીસ મથક માં પીઆઈ રાકેશ ઠુંમ્મર ની ઉપસ્થિતિ માં યોજાયો હતો.આ પ્રસંગે પીઆઈ રાકેશ ઠુંમ્મર એ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે મુન્દ્રા એ ઉદ્યોગિક શહેર છે અને અહીં અન્ય રાજ્યો ના લોકો રોજી રોટી માટે આવ્યા છે ત્યારે મુન્દ્રા પોલીસ ની ટીમએ છેલ્લા ત્રણ મહિના માં કુલ ૪ લાખ ૨ હજારના ૨૧ મોબાઈલ સંબંધિત માલિક ને અર્પણ કર્યા હતા.
મુન્દ્રામાં રહેતા આંધ્ર પ્રદેશ, યુ. પી. એમ. પી. બિહાર તેમજ વિવિધ રાજ્યોના લોકોના આ મોબાઇલ હતા.
પીઆઈ રાકેશ ઠુંમ્મર એ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ ની વસ્તુ કે મિલ્કત ગુમ થાય અથવા ચોરી થાય એ શોધવા માટે પોલીસ ગંભીરતા પૂર્વક કામગીરી કરી રહી છે અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નો ઉદેશ્ય એ જ છે.
આ પ્રસંગે પીએસઆઈ ડામોર, જયેન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા તેમજ સમસ્ત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. (તસ્વીર: રાજ સંઘવી, મુન્દ્રા)
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
