News of Wednesday, 8th October 2025
શિયાળાના આગમનના એંધાણઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા :જુઓ વિડીયો
વહેલી સવારે અને રાત્રીના ઠંડીનો ચમકારોઃ હજુ બપોરના સમયે ગરમી યથાવત

પ્રથમ તસ્વીરમાં ગોંડલમાં અને બીજી અને ત્રીજી તસ્વીરમાં ચોટીલામાં છવાયેલા ઝાકળવર્ષા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી (ગોંડલ), હેમલ શાહ (ચોટીલા)
રાજકોટ તા.૮ :.. ચોમાસાએ વિદાય લઈ લીધી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાના આગમનના એંધાણ વર્તાયા છે અને આજે વહેલી સવારે ઠંડીના ચમકારા સાથે જોરદાર ધુમ્મસ છવાઈ ગયું હતું. જેના કારણે રસ્તાઓ ઉપર વાહન વ્યવહારને ભારે તકલીફ પડી હતી.
ગોંડલમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાયુ હતું વાહન ચાલકોને પોતાના વાહનોની હેડલાઈટ ચાલુ રાખવી પડી હતી.
ચોટીલા
(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા :.. સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વારમાં ચામુંડા ધામમાં ગાઢ ધુમ્મસ હતું. ઝાકળ વર્ષા એ નયનરમ્ય દ્રશ્યો સજાર્યા હતાં.
રાજ્યમાં થોડા દિવસો દરમ્યાન થતા વાતાવરણમાં ફેરફારની ઠેર ઠેર મોટી અસર જોવા મળી રહી છે.
નવરાત્રી થી બે દિવસ પૂર્વે સુધી વરસાદી વાતાવરણ રહ્યું હતું
આજે સવારે અચાનક શિયાળાના પગરવ જોવા મળેલ છે.
સૌરાષ્ટ્રનાં પ્રવેશ દ્વાર યાત્રાધામ ચોટીલામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો ઓછાયો છવાયો હતો જેના પ્રભાવમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ઝાકળ વર્ષા ની મોટી અસર જોવા મળી હતી જે અહીં દ્રશ્યમાન થાય છે. અનેક વાહન ચાલકો માટે પણ ધુમ્મસ મુશ્કેલી સમાન બનેલ હતું.
લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ચામુંડા માતાજીનો ડુંગર ઝાકળની આગોશમાં જાણે ધુમ્મસની ચુંદડી ઓઢી હોય તેવું મન મોહક દ્રશ્ય જોવા મળ્યું હતું અને વહેલી સવારના યાત્રીઓને હિલ સ્ટેશન જેવી મોજ માણી હતી. બદલાતા વાતાવરણમાં શિયાળાના પગરવના એંધાણ થતા શારીરિક સોષ્ટવના શોખીનો મા આનંદની લહેર પ્રસરી જવા પામી છે. (પ-૧ર)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
