<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

વિસનગરમાં ૧૫ વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્‍કર્મ

૬ નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે આચર્યુ દુષ્‍કર્મઃ ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ

વિસનગરઃ તા. ૮, વિસનગરમાં ૧૫ વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્‍કર્મની ઘટના બની છે. જેમાં વિસનગરમાં ૧૫ વર્ષની કિશોરી સાથે ગેંગરેપ થતા ગુજરાત શર્મસાર થયુ છે. ૬ નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યુ છે. તેમાં ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયુ હતુ. ત્રણ વખત કરાયેલા અપહરણમાં ૬ નરાધમોએ બળાત્‍કાર ગુજાર્યો છે. તેમાં પ્રકાશ મોદી નામના યુવકે ૧૫ વર્ષીય સગીરાને ગોંધી રાખી હતી.

અપહરણ બાદ પ્રકાશ મોદીએ બે દિવસ સગીરાને ગોંધી રાખી હતી. જેમાં ૬ શખ્‍સોએ વારાફરતી સગીરા પર દુષ્‍કર્મ આચર્યાની ફરિયાદ થઇ છે.વારાફરતી દુષ્‍કર્મ ગુજાર્યા બાદ શખ્‍સોએ સગીરાને ધમકી આપી હતી. જેમાં બે દિવસ અગાઉની દ્યટનામાં ૬ શખ્‍સો સામે ગુનો નોંધાયો છે. જેમાં પોલીસે પોક્‍સો, બળાત્‍કાર અને અપહણની ફરિયાદ નોંધાઈ છે. દ્યટનામાં પહેલા ૨ યુવકો સગીરાને વિસનગર નજીકમાં અવાવરું જગ્‍યાએ લઈ ગયા હતા. બાદમાં બીજા ૨ યુવકોએ પહોંચી સગીરા સાથે દુષ્‍કર્મ આચર્યુ હતુ. તથા અન્‍ય યુવકે લિફ્‌ટ આપી દ્યરે લઈ જઈ દુષ્‍કર્મ આચર્યુ હતુ. જેમાં ૧૫ વર્ષીય કિશોરી પર દુષ્‍કર્મ અંગે ફરિયાદ દાખલ થઇ છે.

બે દિવસ અગાઉની ઘટનામાં ૬ ઈસમો સામે ગુન્‍હો દાખલ થયો છે. તેમાં પવન ઠાકોર, વિજય ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને એક અન્‍ય ઈસમ સામે ફરિયાદ થઇ છે. આ દ્યટનાને પગલે વિસનગર તથા આસપાસના વિસ્‍તારોમાં લોકોમાં ભારે રોષ વ્‍યાપ્ત છે. અનેક સમાજસેવી સંસ્‍થાઓએ પોલીસ પાસે માંગ કરી છે કે આરોપીઓને તાત્‍કાલિક ઝડપીને કડક સજા અપાવવામાં આવે. સ્‍થાનિક મહિલાસંસ્‍થાઓએ પણ કિશોરી માટે ન્‍યાયની માંગ સાથે વિરોધ નોંધાવ્‍યો છે. આ દુર્ભાગ્‍યપૂર્ણ બનાવે ફરી એકવાર મહિલાઓની સલામતીનો પ્રશ્ન ઉઠાવ્‍યો છે. માતા-પિતા અને સમાજ બંને માટે આ એક ચેતવણીરૂપ દ્યટના છે કે કિશોરીઓની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે.

(10:44 AM IST)