<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગોંડલના અનીડામાં ‘હિટ એન્‍ડ રન': ૩૫ વર્ષના યુવાનનું મોત

રાજકોટ તા. ૮: ગોંડલ તાબેના અનીડા ગામે રહેતાં વિજયભાઇ ઉપેન્‍દ્રભાઇ રાય (ઉ.વ.૩૫) નામના યુવાનનું હિટ એન્‍ડ રનના બનાવમાં મૃત્‍યુ થયું છે.

વિજયભાઇ સાંજે પાંચેક વાગ્‍યે ગામમાં ચાલીને જઇ રહ્યો હતો ત્‍યારે કોઇ વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં વિજયભાઇને ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. 

(11:32 AM IST)