<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

બગસરામાં એસટી ડેપોમાં સેવા પખવાડિયા અંતર્ગત ગંદકી કચરાના ઢગલા

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૭: સેવા પખવાડિયા અંતર્ગત એસટી ડેપોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્‍યા હતા તેમજ ટોયલેટ માં સફાઈના અભાવે ગંદકી તથા અતિ ભયંકર દુર્ગધ મારતું ટોયલેટ અંદર તો જવાનું દૂર રહ્યું પણ આસપાસ નીકળતા પેસેન્‍જર દુર્ગંધ થી ત્રાહિમામ  પૂકારી ગયા હતા, બેદરકારીના લીધે પેસેન્‍જર આવી પરિસ્‍થિતિનો સામનો કરવો પડે છે હાલ મહિલાઓને પણ તથા એસ.ટી માં અવરજવર કરતા તમામ મુસાફરોને ટોયલેટ જવા માટે ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે. ભારત સ્‍વચ્‍છ ગુજરાત સ્‍વચ્‍છને લઈને કરોડો રૂપિયા ખર્ચતા હોય છે ત્‍યારે બગસરા એસટી ડેપોમાં તેની કાંઈ પડી જ નથી, આની તપાસ કરી પગલાં લેવામાં આવે તો જ પબ્‍લિક લોકો આ સેવા પખવાડિયા ને આપણે સાર્થક થયું હોય તેમ લાગે છે બાકી તો કાગળ ઉપર વધુ ચાલતું જ હોય છે આ બાબતે ઉચ્‍ચ તપાસ આવે તે જરૂરી છે.

(11:34 AM IST)