News of Wednesday, 8th October 2025
રામકથા ગાન માત્ર વચનાત્મક નહી રચનાત્મક બને તે જરૂરીઃ પૂ.મોરારીબાપુ
ભાવનગરના શ્રી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત ‘માનસ ગોપનાથ'શ્રી રામકથાનો આજે પાંચમો દિવસઃ ગીત- સંગીત સાથે કથા ગાનનો લાભ લેતા ભાવિકો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૮: ભાવનગરના શ્રી ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત શ્રીરામકથામાં પૂ.મોરારીબાપુએ કહયું હતું કે, રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કળતિ અને સાંસ્કળતિક ઉપક્રમ પણ રહે તે જરૂરી છે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ગીત સંગીત સાથે કથાગાનનો પૂ. મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે.
પ્રદેશ, દેશ અને દુનિયા... સર્વત્ર સનાતન ધર્મ સંદેશની રામકથા યાત્રા દ્વારા શ્રી મોરારિબાપુ ગુજરાતી, હિન્દી કે અન્ય ભાષાના ભાવિકો અને ભાવુકોને આકર્ષી રહ્યાં છે. આ સાથે રામકથા ગાન માત્ર વચનાત્મક નહીં રચનાત્મક બને તેમ જ રામકથા એટલે સનાતન સંસ્કળતિ અને સાંસ્કળતિક ઉપક્રમ પણ રહે તેમ પ્રસાર કરી રહ્યાં છે.
શ્રી તુલસીદાસજીનાં રામચરિત માનસ કેન્દ્રમાં રાખી અવનવા વિચાર સંદેશાઓ સમગ્ર સમાજને મળી રહ્યાં છે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં ‘માનસ ગોપનાથ' અંતર્ગત ગીત સંગીત સાથે ગાનનો પૂ.મોરારિબાપુ દ્વારા લાભ મળી રહ્યો છે.
સ્થાનિક લોકસાહિત્ય અને લોકસંસ્કળતિ સાથે સત્સંગ તો ખરો જ, લોકગીત અને લોકજીવન પર પણ અહીંથી ખૂબ ખૂબ મળતું રહે છે. વ્યાસપીઠ પરથી કોઈ વાર ગાન લલકાર તો વળી વ્યાસપીઠ પરથી સહજ ભાવે જ ઊર્મિસભર રીતે નીચે ઊતરીને રાસ ગરબાના તાલ પણ લેવાતાં રહે છે.
પૂ.મોરારિબાપુના સંગીતવળંદમાં પણ સંગીતના જાણતલ ગાયકો અને સંગીતકારો સધિયારો આપી રહ્યા છે. સંગીતવળંદમાં પંકજભાઈ ભટ્ટ (ગાયન અને તબલા), ગજાનન સાળુકે (શરણાઈ), કીર્તિભાઈ લીંબાણી (ગાયન ), શ્રી દિલાવરભાઈ સમા (ગાયન), હિતેશગિરી ગોસાંઈ સાથે ઘણીવાર મહેમાન કલાકાર સંગીત જાણતલને પૂ.મોરારિબાપુ ભાવ આગ્રહ સાથે સંગતમાં જોડતાં રહે છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
