News of Wednesday, 8th October 2025
આટકોટની કે.ડી.પી.હોસ્પિટલ સંકુલમાં માતુશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજનો પ્રારંભ

આટકોટઃ આટકોટની કે.ડી.પી. હોસ્પિટલ સંકુલમાં જસદણના પૂર્વ ધારાસભ્ય, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને કે.ડી.પી. હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોધરાના માતુશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોઘરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખૂબ જ સાદાઈથી યોજવામાં આવેલ પ્રવેશ સમારોહમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું ટ્રસ્ટીઓ અને ડોક્ટરોએ સ્વાગત કરી એમ.બી.બી.એસ.માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આટકોટ ખાતે મેડિકલ શિક્ષણના નવા અધ્યાયની શરૂઆત પ્રસંગે ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે શિક્ષણ અને સેવાના આ પવિત્ર યજ્ઞનો આજથી પ્રારંભ થયો છે ત્યારે બધા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ સમાજની સેવા કરો એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ, મેડિકલ કોલેજના ડીન રમેશભાઈ કાછડીયા, ડો.હિતેશભાઈ ડોબરીયા, ડો.નવનીતભાઈ બોદર, નીરવ લુણાગરિયા, રાજકોટનાં નામાંકિત અને મેડીકલ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપનાર ડોક્ટરો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
