<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લાનું વાર્ષિક ઇન્‍સપેકશન

દરિયાઇ સુરક્ષા વ્‍યવસ્‍થા, મહાકાય ઉદ્યોગોની સુરક્ષા સહિતના મુદ્દે સમીક્ષા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પોલીસના સંદર્ભમાં વાર્ષિક ઇન્‍સપેકશન રાજકોટ રેંજ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ દ્વારા થયું હતું તથા ગઇકાલે સામાજિક આગેવાનો તથા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

રેંજ આઇ.જી. અશોકકુમાર યાદવે જણાવેલ કે વાર્ષિક ઇન્‍સપેકશનના સંદર્ભમાં દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા તથા પોલીસ અધિકારીઓ સાથે સંવેદનશીલ ગણાતા સરહદી જિલ્લા દ્વારકાની દરિયાઇ સુરક્ષા વ્‍યવસ્‍થાની કામગીરીની સમીક્ષા, ચારધામ પૈકીના એક દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વ્‍યવસ્‍થાની સમીક્ષા, દરિયાઇ પટ્ટી પરના વિવિધ મહાકાય ઉદ્યોગ ગૃહોની સુરક્ષા અંગેની કાર્યવાહીની સમીક્ષા કરાઇ હતી.

દેવભૂમી દ્વારકા જિલ્લામાં પોલીસનો ગુનાખોરી પર પુરતો કંટ્રોલ તથા જરૂરી પગલાની સાથે બનતા ગુના ડીરેકટશન કરવા આરોપીઓને તુરત પકડી લેવા વિ. બાબતો અંગે દ્વારકા પોલીસની તત્‍પરતા તથા તટસ્‍થ અને નિષ્‍પક્ષ કામગીરી બદલ ટીમ દ્વારકા પોલીસને આઇ.જી. રેંજ શ્રી અશોકકુમાર યાદવે અભિનંદન પણ આપ્‍યા હતા તથા સમગ્ર દ્વારકા જિલ્લાના અધિકારીઓની ખાસ બેઠકમાં ગેરકાયદે દબાણો કરનારા, માથાભારે તત્‍વો, ગેરકાયદે વીજ જોડાણો લેનારા, વ્‍યાજખોરો સામે કડક કામગીરી કરવા પણ સુચના આપવાની સાથે આગામી દીવાળી સમયમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા માટે પોલીસના સાયબર વિભાગ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવશે. તથા સાયલા ક્રાઇમમાં દીવાળીના તહેવારોમાં સમયમાં ખાસ ઉછાળો થતો હોય લોકોને જાગૃત રહેવા તથા ભોગ બન્‍ને તુરત જ ફરિયાદ કરવા પણ અપીલ કરી હતી. (૭.ર૩)

(3:23 PM IST)