News of Wednesday, 8th October 2025
ખાતર કોૈભાંડનું સોૈથી મોટું નેટવર્ક ઝાલાવાડમાં પકડાયું
લખતરના દેવડીયા ગામે સબસીડીવાળું યુરિયા કોમર્શિયલ થેલીમાં ભરી વેચાણ કરવામાં આવતું હોવાનો ધડાકોઃ ૧૨ લોકો સામે ગુનો દાખલઃ ક્રિપાલસિંહ રાણા અને અજયસિંહ રાણા દ્વારા સમગ્ર રેકેટ ચલાવાતું: ૧૯.૮૦ લાખનો મુદામાલ જપ્ત

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૮: લખતર તાલુકાના દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના ઉતારામાં (ગોડાઉનમાં) અજયસિંહ બળવંતસિંહ રાણા તથા દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણાએ સરકારી સબસીડીવાળુ યુરિયા ખાતર ગેરકાયદેસર રીતે લાવી કોમર્શીયલ ઉપયોગ માટે કોમર્શીયલ કોથળીઓમા પેકિંગ કરી કાળા બજારમાં ફેક્ટરીમાં વેચાણ કરવા માટે મોકલનાર છે અને હાલમાં પ્રવળત્તિ ચાલુ છે. જે બાતમી આધારે રેઈડ કરતા સદર જગ્યાથી સબસીડીવાળું યુરીયા ખાતર ખેડુતોને આપવાનું હોય તે બીજી કોથળીઓમા પેકિંગ કરવાની પ્રવળતી પકડી પાડવામાં આવેલ છે.
આ પ્રવુતિ કરતા ઇસમો પાસેથી (૧) યુરિયા થેલી નંગ-૫૯૭ જેની કિ.રૂ. ૯,૬૧,૪૮૦/- (૨) ખાલી પિળા રંગની સરકારી ખાતરની થેલી નંગ-૨૮૦ કિ.રૂ.૧૪૦૦/- (૩) સીલાઇ મશીન કિ.રૂ.૨૦૦૦/- (૪)સફેદ ખાલી કોમર્શીયલ ઉપયોગ માટેની થેલી નંગ-૪૦ કિ.રૂ.૨૦૦/- (૫) ટાટા ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- (૬) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ રૂ.૧૯,૮૦,૦૮૦/- ના મુદામાલ મળી આવેલ હોય જે મુદામાલ શંકાસ્પદ રીતે મેળવેલાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ હોય જેથી આ કબજે કરી લખતર પોલીસ સ્ટેશન જાણવા જોગ નોંધી આગળની તપાસ બી.એચ. શીંગરખીયા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સુરેન્દ્રનગરનાઓ ચલાવી રહેલ છે.
આ પ્રવળતિ (૧) ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણા જેના કબજા ભોગવટાના ગોડાઉનમાં ચાલતી હતી (૨) દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઈ ધર્મેન્દ્રસિંહ રાણા આ કામ માટે મજુરોની લઈ આવેલ હતા અને (૩) અજયસિંહ બળવંતસિંહ રાણા આ પ્રવૃતિમા સામેલ હતા તથા (૪) પરાગભાઇ આ યુરિયાનનો જથ્થો સરકારી થેલીઓમાંથી કોમર્શીયલ થેલીઓમાં હેરફેર થયા બાદ બજારમાં કાળાબજારીમાં વેચવા માટે ટ્રક મોકલેલ હતો. સદર જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવતા PGVCL ની ટીમ બોલાવી વીજ જોડાણ કટ કરવા અને દંડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રેઈડ વખતે સબસીડીવાળુ યુરિયા ખાતરની હેરવણી ફેરવણી કરતા મજુરો (૧) સંજયભાઇ છગનભાઇ કોડારીયા ઉવ.૨૭ ધંધો-મજુરી રહે, ધલવાણા તા.લીંબડી (૨) વિજયભાઇ છગનભાઇ કોડારીયા ઉવ.૨૨ ધંધો મજુરી રહે,ધલવાણા તા.લીંબડી (૩) સવાભાઇ ધુડાભાઇ સોળમીયા ઉવ.૩૫ ધંધો મજુરી રહે, ધલવાણા (૪) ઠાકરશીભાઇ રાયમલભાઈ સાકોળીયા ઉવ.૩૦ રહે,પરનાળા (૫) લાલજીભાઇ બચુભાઇ હાડા ઉવ.૨૦ ધંધો મજુરી રહે,અણીયાળી તા.લખતર, (૬) મુકેશભાઇ કાનજીભાઇ નાયક ઉવ.૪૨ ધંધો મજુરી રહે, અણીયાળી તા.લખતર (૭) ગણપતભાઇ ભોપાભાઈ કાળીયા ઉવ.૩૧ ધંધો મજુરી રહે, પરાલી (૮) પિયુષભાઇ વિનુભાઈ ઠોળીયા ઉવ.૧૮ ધંધો મજુરી રહે, પરાલી તથા રેઈડ વખતે સબસીડીવાળુ યુરિયા ખાતર ભરવા માટે આવેલ ટ્રકના (૧) ડ્રાઇવર- શીવરામભાઈ મફાજી ઠાકોર ઉવ.૩૬ રહે.વડપગ તા ભાભર (૨) કલીનર - વિક્રમસિંહ બચુસિંહ લોડના ઉવ.૨૫ ડ્રાઇવીંગ રહે.મહાદેવપુરા તા.દાંતીવાડા જી.બનાસકાંઠાના નામોનો સમાવેશ થાય છે.આ કામગીરીમાં પી.આઇ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ., પીએસઆઇ આર.જે.ગોહિલ, યુએએસઆઇ અનિરુધ્ધસિંહ મહિપતસિંહ ઝાલા, એચસી અશ્વિનભાઇ ઠારણભાઇ, એચસી અનિરુધ્ધસિંહ અલેસંગ ખેર, એચસી અમરકુમાર કનુભા, એચસી અરવિંદસિંહ દિલુભા, પીસી મીતભાઇ દિલીપભાઇ, પીસી કુલદીપસિંહ સામતસિંહ. પીસી બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ, પીસી અનિરૂધ્ધ ભરતસિંહ,પીસી માહીલભાઇ મહમદભાઇ, પીસી નિતીનભાઈ હરેશભાઈ એસએલ.એચસી જગમાલભાઇ અંબારામભાઇ, અશ્વીનભાઈ કરશનભાઈ, ડબલ્યુયુપીસી રૂપાબેન રસિકકુમાર, ડબલ્યુયુપીસી ભાવીકાબેન નરોત્તમભાઇ વિગેરે જોડાયેલા હતા.(૨.૮)
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
