<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

ગિરનાર ઉપર મૂર્તિ ખંડિત કરનારાને દાખલારૂપ સજા કરોઃ પૂ. મુકતાનંદબાપુ

ધાર્મિક સ્‍થળોમાં કોઇ આવુ કૃત્‍ય ન કરે તેવી કાર્યવાહી કરવા તંત્ર અને પોલીસ સમક્ષ માગણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. ગિરનાર પર્વતના ૬ર૦૦ પગથીયા ઉપર આવેલ ગોરખધુણા ગોરખનાથજીના દલીચાની જગ્‍યામાં રવિવારે વહેલી સવારે ચાર અજાણ્‍યા શખ્‍સોએ જધન્‍ય કૃત્‍ય કરી અહીં બિરાજમાન નાથ સંપ્રદાયના આધિપત્‍મદેવ ગોરખનાથજીની મૂર્તિને ઉખોડી શિરચ્‍છેદ કરી નીચે ખીણમાં નાખી ફેંકી દેતા સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્‍યારે અખિલ ભારત સાધુ સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અગ્નિ અખાડાના સભાપતિ પૂ. મુકતાનંદબાપુએ આ ઘટનાને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે. અને તેઓએ જણાવ્‍યું હતું કે આ મુર્તિ ખંડીય કરી એ નિંદનીય કૃત્‍ય છે. આ ઘટનામાં સંડોવાયેલ ગુનેગારોને તાત્‍કાલીક પોલીસે પકડી આકરી સજા થાય તેવી કડક કાર્યવાહી કરી આવું ફરી કોઇ કૃત્‍ય નકરે તેવો દાખલો બસાડવો જોઇએ. સરકારે પણ આ બાબતે ગંભીરતાથી લઇ આકરી સજા અને દાખલા રૂપ કાર્યવાહી થાય તે માટે ખાસ કાળજી લેવા જણાવેલ છે.

અને ભવિષ્‍યમાં પણ કોઇ ધાર્મિક સ્‍થળોમાં આવુ કૃત્‍ય ન કરે તેવો તેને જાહેરમાં પાઠ ભણાવ્‍યો જોઇએ અંતમાં પૂ. બાપુએ સરકારશ્રી અને તંત્રને પણ તાત્‍કાલીક જવાબદારોને ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું.

(12:33 PM IST)